________________
[ પ પ
]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
समुग्घाए, मारणंतियसमुग्घाए, वेउव्वियसमुग्घाए । एवं वाउक्काइयाण वि । ભાવાર્થ :- નારક જીવોને ચાર સમુદ્યાત હોય છે, તે આ પ્રમાણે છે– (૧) વેદના સમુદ્યાત (૨) કષાય સમુઘાત (૩) મારણાન્તિક સમુઘાત (૪) વૈક્રિય સમુદ્યાત. તે રીતે વાયુકાયિક જીવોમાં પણ ચાર સમુદ્યાત હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમુદ્યાતનું કથન છે. સમુદ્યાત સાત છે પરંતુ અહીં ચોથા સ્થાનના કારણે માત્ર ચાર સમુદ્યાતવાળા નારકી અને વાયુકાયનું કથન છે. સમુઘાત –એકી સાથે કર્મોની ઘાત કરવા, આત્મપ્રદેશો શરીરથી કે અવગાઢ ક્ષેત્રથી બહાર નીકળે તે સમુદ્દાત કહેવાય.
વેદનાની તીવ્રતાથી જે સમુદ્યાત થાય તે વેદના સમુઘાત, કષાયની તીવ્રતાથી જે સમુદ્યાત થાય તે કષાય સમુઘાત, મરણના અંત સમયે જે સમુદ્યાત થાય તે મારણાન્તિક અને વૈક્રિયરૂપ બનાવવા જે સમુઘાત કરાય તે વૈક્રિય સમુદ્દાત કહેવાય છે. અરિષ્ટનેમિના ચતુર્દશપૂર્વીઓની સંખ્યા :१३१ अरहओ णं अरिटुणेमिस्स चत्तारि सया चोद्दसपुव्वीणं अजिणाणं जिण संकासाणं सव्वक्खरसण्णिवाईणं जिणो इव अवितहं वागरमाणाणं उक्कोसिया चउद्दसपुव्विसंपया होत्था । ભાવાર્થ :- અરિહંત અરિષ્ટનેમિના ચૌદ પૂર્વી મુનિની સંખ્યા ચારસો હતી. તેઓ જિન ન હોવા છતાં જિન જેવા, સર્વાક્ષર સન્નિપાતી અર્થાત્ સર્વ અક્ષરોના સંયોગથી બનેલા સંયુક્ત પદોના અને તેનાથી બનેલા બીજા અક્ષરોના જ્ઞાતા હતા. જિનની સમાન તેઓ અવિતથ (યથાર્થ) ભાષી હતા. અરિષ્ટનેમિ ભગવાનની ચૌદ પૂર્વીઓની આ ઉત્કૃષ્ટ સંપદા હતી. મહાવીર સ્વામીના વાદીઓની સંખ્યા :१३२ समणस्स णं भगवओ महावीरस्स चत्तारि सया वादीणं सदेवमणुयासुराए परिसाए अपराजियाणं उक्कोसिया वादिसंपया हुत्था । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરના વાદી મુનિઓની સંખ્યા ચારસો હતી. તે દેવ પરિષદ, મનુષ્ય પરિષદ અને અસુર પરિષદમાં અપરાજિત હતા અર્થાત તેઓને કોઈ પણ દેવ, મનુષ્ય કે અસુર જીતી