________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪.
૫૫૧
વિવેચન :
આ સૂત્રમાં ગર્ભમાં સ્ત્રી, પુરુષ, નપુંસક કયા કારણે થાય તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
વિંવત્તાપ - વ્યાખ્યાકારના મંતવ્ય અનુસાર તે વાસ્તવમાં ગર્ભ જ નથી વાયુ વિકારના કારણે સ્ત્રીનું પોતાનું રૂધિર જ પિંડ રૂપે ભેગું થઈ સ્થિર થઈ જાય છે. આ પ્રક્રિયા ગર્ભાશયમાં થવાથી અને પ્રસૂતિ તરીકે બહાર આવવાથી, તેને લોકવ્યવહારથી સૂત્રમાં ગર્ભ રૂપે કહેલ છે.
લ્યો સાથો :- આ શબ્દોનો સીધો અર્થ એ થાય છે કે સ્ત્રીઓજથી સ્ત્રીઓનો સંયોગ થાય અર્થાતુ વેદ મોહનીયકર્મની વિચિત્રતાએ સ્ત્રીનો સ્ત્રી સાથે સ્વજાતિ સંભોગ-સંવાસ થાય અને તે મિશ્રણમાં કોઈ જીવ ઉત્પન્ન થાય તો તે ત્રણે લિંગથી ભિન્ન માત્ર પિંડ રૂપે જન્મે છે. તે જીવ આયુષ્ય પ્રમાણે પિંડ રૂપે જીવિત રહે છે.
પૂર્વ સૂત્રની ચૂલિકા વસ્તુ :१२८ उप्पायपुव्वस्स णं चत्तारि चूलवत्थू पण्णत्ता । ભાવાર્થ :- ચૌદ પૂર્વગત શ્રુતના પ્રથમ ભેદ ઉત્પાદ પૂર્વની ચાર ચૂલિકા કહી છે. ચાર પ્રકારના કાવ્ય :૨૨૬ વરબ્રહે પાળજો, તં નહીં- અને, પૂજે, વળે, નેપા ભાવાર્થ :- કાવ્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) ગદ્ય કાવ્ય (૨) પદ્ય કાવ્ય (૩) કથ્ય કાવ્ય (૪) ગેય કાવ્ય. વિવેચન :
૧) છંદ રહિતની રચના વિશેષને ગદ્ય કાવ્ય કહે છે. (૨) છંદવાળી રચનાને પદ્ય કાવ્ય કહેવાય છે. (૩) કથારૂપે કહેવાય તેવી રચનાને કથ્ય કાવ્ય અને (૪) ગાવા યોગ્ય રચનાને ગેય કાવ્ય કહે છે. કથ્ય અને ગેય આ બંને સ્વતંત્ર પ્રકાર નથી. કથ્યનો અને ગેયનો સમાવેશ પદ્યમાં થાય છે. તે ગદ્ય-પદ્યના અવાજોર પ્રકાર જ કહેવાય. છતાં સ્વરૂપની વિશિષ્ટતાના કારણે તેને સ્વતંત્ર પ્રકાર રૂપે કહ્યા છે. કથ્ય કાવ્ય કથાત્મક અને ગેય કાવ્ય સંગીતાત્મક હોય છે. નારકી અને વાયુ જીવોમાં ચાર સમુદ્યાત :१३० णेरइयाणं चत्तारि समुग्घाया पण्णत्ता, तं जहा- वेयणासमुग्घाए, कसाय