________________
૫૫૦ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
ઉદકગર્ભઃ- જેમ ગર્ભ પ્રાણીની ઉત્પત્તિનું કારણ છે, તેમ કાલાન્તરે જે જળવર્ષાનું નિમિત્ત બને તેને ઉદક ગર્ભ કહે છે. તે અનેક રૂપે પ્રગટ થાય છે. પ્રસ્તુત બે સૂત્રોમાં તેના પ્રગટ થતાં આઠ રૂપ બતાવ્યા છે. ઝાકળ ધૂમસ, ઓસ વગેરેનું પડવું, વાતાવરણ અતિ ઠંડુ થઈ જવું અથવા વાતાવરણ અત્યંત ઉષ્ણ થવું, તે જ તેની ઉદક ગર્ભતા છે.
૩સ્સા :- રાત્રે પડેલાં જલકણ રૂપ હોય તે ઓસ કહેવાય. મહિયા – ધુમ્મસરૂપ જે જળકણો હોય તે મહિકા કહેવાય. રીયા - શીત જલ રૂ૫, શીત જલકણોને શીતલદગગર્ભ કહેવાય. સિM - ઉષ્ણ જળરૂપ જળકણોને ઉષ્ણદગગર્ભ કહેવાય.
IT :- ઝાકળ રૂપ પડે તે હેમક ઉદકગર્ભ કહેવાય.
માંથલ - આકાશ વાદળોથી છવાયેલ રહે તે અદ્ભસંસ્કૃત ઉદક ગર્ભ કહેવાય. સસિ – જે જળગર્ભ શીત અને ઉષ્ણ મિશ્રરૂપ હોય તે શીતોષ્ણ કહેવાય. પંચવિય:- ગર્જના, વિધુત, જળ, વાયુ અને મેઘ આ પાંચ રૂપવાળી વૃષ્ટિ પંચરૂપિક કહેવાય. ક્યો ઉદક ગર્ભ ક્યા મહિનામાં હોય તે સ્ત્રાર્થથી સ્પષ્ટ છે. મનુષ્ય ગર્ભના ચાર પ્રકાર અને તેના કારણ :१२७ चत्तारि मणुस्सीगब्भा पण्णत्ता, तं जहा- इत्थित्ताए, पुरिसत्ताए, णपुंसगत्ताएबिंबत्ताए।
अप्पं सुक्कं बहुं ओयं, इत्थी तत्थ पजायइ । अप्पं ओयं बहु सुक्कं, पुरिसो तत्थ जायइ ॥ १ ॥ दोण्हपि रत्तसुक्काणं, तुल्लभावे णपुंसओ ।
इत्थी ओय-समायोगे, बिंबं तत्थ पजायइ ॥ २ ॥ ભાવાર્થ - મનુષ્યાણીના ગર્ભ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે–(૧) સ્ત્રી રૂપ (૨) પુરુષ રૂપ (૩) નપુંસક રૂપ (૪) બિમ્બ રૂપ.
ગાથાર્થ-(૧) ગર્ભ કાળમાં શુક્ર(વીર્ય) અલ્પ અને ઓજ (રજ)વધારે હોય ત્યારે તે ગર્ભથી સ્ત્રી ઉત્પન્ન થાય છે. (૨) રક્ત(રજ) અલ્પ અને શુક્ર વધારે હોય ત્યારે તે ગર્ભથી પુરુષ ઉત્પન્ન થાય છે. (૩)
જ્યારે શુક્ર અને શોણિત બન્ને બરાબર હોય તો નપુંસક ઉત્પન્ન થાય છે. (૪) જ્યારે સ્ત્રીના બે ઓજનો સમાયોગ થાય ત્યારે બિંબ ઉત્પન્ન થાય છે. તેનો સંતાન રૂપે વિકાસ ન થાય અર્થાત્ પ્રસૂતિ સમયે માંસપિંડ રૂપે ઉત્પન્ન થાય છે.