________________
૫૪૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧)
१२२ चउव्विहे अलंकारे पण्णत्ते, तं जहा-केसालंकारे, वत्थालंकारे, मल्लालंकारे, आभरणालंकारे । ભાવાર્થ :- અલંકાર ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે– (૧) કેશાલંકાર- માથાના વાળને સજાવવા (૨) વસ્ત્રાલંકાર- સુંદર વસ્ત્રોથી શરીર સજાવવું (૩) માલ્યાલંકાર– વિવિધ માળાઓથી શરીર સજાવવું (૪) આભરણાલંકાર- સુવર્ણ, રત્નાદિના આભૂષણો ધારણ કરવા. અલંકારનો અર્થ છે શરીરને વિભૂષિત કરવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ગીત, વાધાદિ સંબંધી વર્ણન છે. જે વગાડાય તે વા. ગીત અને વાધના તાલ સાથે નૃત્ય કરવામાં આવે છે. નૃત્ય દ્વારા ભાવોની અભિવ્યક્તિ થાય છે. જે ગવાય તે ગીત, નૃત્ય કરનાર વ્યક્તિ માળા તથા અલંકારથી શરીરને વિભૂષિત કરે છે. તે માળા અને અલંકાર ચાર પ્રકારના છે. અહીં માલા શબ્દથી ફૂલમાળા સિવાય ફૂલો દ્વારા નિર્મિત વિવિધ કૃતિઓનો સંગ્રહ છે અને અલંકાર શબ્દથી અહીં સોના, ચાંદીના આભૂષણ સિવાય સમસ્ત વિભૂષા પ્રવૃત્તિનો સમાવેશ કર્યો છે. નૃત્યાદિમાં મનોગત ભાવોને વ્યક્ત કરવા, હસ્તાદિની જે ચેષ્ટા કરવામાં આવે તેને અભિનય કહે છે. ભરતાદિ નાટય શાસ્ત્રમાં તેનું વિશદ વર્ણન છે.
ચાર વર્ણના દેવ વિમાન :१२३ सणंकुमार माहिंदेसु णं कप्पेसु विमाणा चउवण्णा पण्णत्ता, तं जहाનીતા, તોહિયા, હાંતિ, સુવિI I ભાવાર્થ :- સનકુમાર અને માહેન્દ્ર કલ્પમાં વિમાન ચાર વર્ણના હોય છે, તે આ પ્રમાણે છે– (૧) નીલ વર્ણના (૨) લાલ વર્ણના (૩) પીળા વર્ણના (૪) સફેદ વર્ણના. વિવેચન :
દરેક દેવલોકના વિમાનોના રંગ જુદા જુદા હોય છે. કોઈ દેવલોકમાં પાંચ, કોઈમાં ચાર, કોઈમાં ત્રણ, કોઈમાં બે અને કોઈ દેવલોકમાં એક રંગના વિમાન હોય છે. અહીં ચોથા સ્થાનના કારણે સનસ્કુમાર, માહેન્દ્ર દેવલોકના ચાર વર્ણયુક્ત વિમાનનું જ કથન કર્યું છે.
સર્વ દેવલોકના વિમાનોનો વર્ણ આ પ્રમાણે છે– (૧) પહેલા બીજા દેવલોકમાં પાંચ વર્ણના વિમાન છે. (૨) ત્રીજા ચોથા દેવલોકમાં કાળો છોડીને શેષ ચાર વર્ણના વિમાન છે. (૩) પાંચમા છઠ્ઠા દેવલોકમાં કાળો અને નીલો છોડીને શેષ ત્રણ વર્ણના વિમાન છે. (૪) સાતમા આઠમા દેવલોકમાં કાળો, નીલો અને લાલ છોડીને શેષ બે વર્ષના વિમાન છે. (૫) નવમા દેવલોકથી અનુત્તર વિમાન સુધીના વિમાન માત્ર