________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
[ ૫૪૭ ]
ભાવાર્થ :- વાદ્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) તત- તાર યુક્ત, આંગળીઓથી વગાડાય તે વીણા આદિ વાધ (૨) વિતત- ચામડાથી મઢેલ, હાથાદિની થપાટ મારીને વગાડાય તે ઢોલ આદિ (૩) ઘન- કાંસાની ધાતુથી નિર્મિત ઝાલર, ઘંટ, વગેરે વાધ (૪) શુષિર-વાયુ અને આંગળીથી વગાડાય તે વાંસળી, હારમોનિયમ વગેરે વાધ. ११८ चउव्विहे णट्टे पण्णत्ते, तं जहा- अंचिए, रिभिए, आरभडे भसोले । ભાવાર્થ :- નૃત્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અંચિત નાટય-રોકાઈ રોકાઈને મંદ મંદ નાચવું (૨) રિભિત નાટય- સંગીત સાથે નૃત્ય કરવું (૩) આરભટ નાટય- ગાતાં ગાતાં નૃત્ય કરવું (૪) ભષોલ નાટ્ય- વિવિધ ચેષ્ટા અને ભાવભંગિમાઓ પ્રદર્શિત કરતાં નૃત્ય કરવું. ११९ चउव्विहे गेए पण्णत्ते, तं जहा- उक्खित्तए, पत्तए, मंदए, रोविंदए । ભાવાર્થ :- ગીત (ગેય) ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ઉન્સિપ્તક ગેય-નૃત્ય કરતાં ગાવું અથવા આરંભમાં મધુર ગાવું. (૨) પત્રક ગેય- પદ્ય છંદોને ગાવા, ઉત્તમ સ્વરથી ગાવું, ગીતના મધ્યમાં ઊંચો સ્વર લઈને ગાવું. (૩) મંદ ગેય- મંદ મંદ સ્વરથી ગાવું, ગીતનો સ્વર નીચો લઈને ગાવું. (૪) રોવિન્દક ગેય- ધીમા સ્વરને તેજ કરીને ગાવું અથવા ધીમે ધીમે ગાતા ગીત પૂર્ણ કરવું. १२० चउव्विहे अभिणए पण्णत्ते, तं जहा- दिलृतिए, पाडिसुए, सामण्णओविणिवाइयं, लोगमज्झावसिए । ભાવાર્થ :- અભિનય નાટક ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) દ્રાષ્ટાન્તિક- કોઈ ઘટના વિશેષનો અભિનય કરવો. બાહ્ય શરીરની ચેષ્ટાઓથી અભિનય કરવો (૨) પ્રાતિશ્રુત- રામાયણ, મહાભારતાદિનો અભિનય કરવો, તેને તથા વાણીના અભિનયને પ્રાતિશ્રત કહે છે (૩) સામાન્યતો વિનિપાતિક–રાજા મંત્રી આદિનો અભિનય કરવો, તે સામાન્યતો વિનિપાતિક અથવા સામન્તોપનિપાતિક કહેવાય છે (૪) લોક મધ્યાવસિત- માનવ જીવનની વિભિન્ન અવસ્થાઓનો અભિનય કરવો. દેશકાલને અનુરૂપ વેશભૂષાનો અભિનય કરવો. १२१ चउव्विहे मल्ले पण्णत्ते, तं जहा- गंथिमे, वेढिमे, पुरिमे, संघाइमे । ભાવાર્થ :- માલા-પુષ્પની રચના ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ગ્રન્થિમ- સણ, દર્ભ કે સુતરના તારમાં ફૂલોને પરોવી, ગૂંથીને માળા વગેરે જે બનાવાય તે ગ્રંથિમ કહેવાય. (૨) વેષ્ટિમચારે બાજુ ફૂલ વીંટીને મુકુટ વગેરે જે બનાવાય તે વેષ્ટિમ કહેવાય. (૩) પૂરિમ- પૂરિમ એટલે પૂરવું–ભરવું. માટીના વાસણ કે વાંસની ટોપલી વગેરેમાં અનેક છિદ્રો હોય તે છિદ્રોને ફૂલથી ભરી દેવામાં આવ્યા હોય, તેને પૂરિમ કહેવાય છે. (૪) સંઘાતિમ- અનેક પુષ્પના સમૂહથી બનેલા પુષ્પોના ઉપકરણોને અથવા ફુલોની કાંડી(નાલ)થી બીજી નાલ સાથે ગૂંથીને પુષ્પના ગુચ્છા વગેરે બનાવાય તે સંઘતિમ કહેવાય.