________________
| ૫૪૬ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
पगइभद्दयाएपगइविणीययाए, साणुक्कोसयाए, अमच्छरियाए । ભાવાર્થ :- ચાર કારણે જીવ મનુષ્યાયું બાંધે છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રકૃતિની ભદ્રતાથી (૨) પ્રકૃતિની વિનીતતાથી (૩) દયાળુ હૃદયથી (૪) અમત્સરતાથી-ઈષ્યરહિતતાથી, બીજાના ગુણો પ્રતિ અનુરાગથી. ११६ चउहि ठाणेहिं जीवा देवाउयत्ताए कम्मं पगरेंति, तं जहासरागसजमेण, संजमासजमेण, बालतवोकम्मेण, अकामणिज्जराए । ભાવાર્થ :- ચાર કારણે જીવ દેવ આયુષ્ય-કર્મ બાંધે છે, તે આ પ્રમાણે છે– (૧) સરાગસંયમસરાગ અવસ્થાના સંયમથી (૨) સંયમસંયમ– શ્રાવકવ્રતનું પાલન કરવાથી (૩) બાલ તપ– અજ્ઞાન ભાવે તપસ્યા કરવાથી (૪) અકામ નિર્જરા– અનિચ્છાએ ભૂખ, તરસ વગેરે કષ્ટ સહન કરવાથી, અનિચ્છાએ બ્રહ્મચર્યના પાલનથી, તપસ્યા આદિ કરવાથી અકામ નિર્જરા થાય છે. સમ્યગ્દર્શનના અભાવે થતા સર્વ ક્રિયાકલાપ અકામ નિર્જરા કહેવાય છે અને તે દેવગતિનું કારણ બને છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચારે ગતિના આયુષ્ય બંધના ચાર–ચાર કારણોના માધ્યમે જીવોના વિવિધ આચરણોનો નિર્દેશ કર્યો છે. તે આચરણોના સમયે જો જીવને પરભવના આયુષ્યનો બંધ પડે, તો સૂત્રોક્ત ગતિના આયુષ્યનો બંધ થાય. તે ચારે–ચાર કારણોનું તાત્પર્ય ભાવાર્થથી સ્પષ્ટ છે. બિકિન્જન :- નિકૃતિમત્તા. અન્યને ઠગવા માટે શરીરની વિકૃત ચેષ્ટા કરવામાં આવે તેને નિવૃતિ કહે છે. નિવૃતિ જેમાં હોય તે નિકૃતિમાન અને તેનો જે ભાવ તે નિતિમત્તા કહેવાય છે. તાત્પર્ય એ છે કે માયા, પ્રપંચ, વિશ્વાસઘાત, ઠગાઈ વગેરેથી તિર્યંચ(પશુ)યોનિનો આયુષ્યબંધ થાય છે. સિરીસિંગને" - હિંસાદિ પાંચે પાપોનો સર્વથા ત્યાગ કરવો તે સંયમ કહેવાય છે. તેના બે ભેદસરાગ સંયમ અને વીતરાગ સંયમ. જ્યાં સુધી સૂક્ષ્મ રાગ હોય ત્યાં સુધી વીતરાગતા પ્રગટ થતી નથી. ૬ થી ૧૦ ગુણસ્થાન સુધી સરાગ સંયમ કહેવાય છે અને તેનાથી ઉપરના ગુણસ્થાનોનો સંયમ તે વીતરાગ સંયમ કહેવાય છે. વીતરાગ સંયમમાં આયુષ્યનો બંધ થતો જ નથી. તેથી અહીં સરાગ સંયમનો ઉલ્લેખ છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનવાળા સરાગ સંયમી દેવાયુનો બંધ કરે છે.
અહીં વિશેષ એ જાણવું જોઈએ કે જીવ પરભવના આયુષ્યનો બંધ આ ભવના આયુષ્યના ત્રીજા ભાગે કરે છે. તે સમયે જે આચરણ કે સાધનાની કે તથા પ્રકારના ભાવોની મુખ્યતા હોય, તે અનુસાર કોઈ એક આયુષ્યનો બંધ થાય. એક ભવમાં આયુષ્યનો બંધ એક જ વાર થાય છે. વાધ, નૃત્ય, ગીત આદિના ચાર-ચાર પ્રકાર :११७ चउव्विहे वज्जे पण्णत्ते, तं जहा- तते, वितते, घणे, झुसिरे ।