________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
૫૪૯
आरंभिया, परिग्गहिया, मायावत्तिया, अपच्चक्खाणकिरिया । एवं विगलिंदियवज्ज जाव वेमाणियाणं चत्तारि किरियाओ पण्णत्ताओ। ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિ નારકીઓને ચાર ક્રિયા હોય છે, તે આ પ્રમાણે છે– (૧) આરંભિકી ક્રિયા (૨) પારિગ્રહિક ક્રિયા (૩) માયા પ્રત્યયિકી ક્રિયા (૪) અપ્રત્યાખ્યાન ક્રિયા. તેવી જ રીતે વિકસેન્દ્રિયોને છોડીને વૈમાનિક પર્યતના સર્વ સમ્યગ્દષ્ટિ દંડકોમાં ચાર-ચાર ક્રિયાઓ જાણવી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચાર ક્રિયા યુક્ત નારકી વગેરે દંડકોનું કથન છે. સમ્યગ્દષ્ટિ નારકી વગેરે જીવોને પાંચ ક્રિયામાંથી મિથ્યાદર્શન ક્રિયા હોતી નથી. તેથી શેષ ચાર ક્રિયા હોય છે. વિશ્લેન્દ્રિય શબ્દથી એકેન્દ્રિય બેઈદ્રિય, તેઈદ્રિય, ચતુરિન્દ્રિયનું ગ્રહણ કર્યું છે. તેઓ મિથ્યા દષ્ટિ છે, તેથી ત્યાં પાંચે ક્રિયા હોય છે. શેષ સંજ્ઞી પંચેન્દ્રિયના ૧૬ દંડકમાં સમ્યગ્દષ્ટિને ચાર ક્રિયા હોય છે. ગુણોના વિકાસ અને વિનાશનાં કારણો - १०८ चउहिं ठाणेहिंध संते गुणे णासेज्जा, तं जहा- कोहेणं, पडिणिवेसेणं, अकयण्णुयाए, मिच्छत्ताभिणिवेसेणं । ભાવાર્થ :- ચાર કારણે પુરુષ વિદ્યમાન ગુણોનો વિનાશ કરે છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ કરવાથી (૨) ઈષ્યભાવમાં લીન થવાથી કે બદલાની ભાવનામાં તલ્લીન થવાથી (૩) ઉપકારી પ્રત્યે અપકાર કરવાથી, અકૃતજ્ઞતાનો ભાવ રાખવાથી (૪) મિથ્યાભિનિવેશથી– ખોટા આગ્રહથી. १०९ चउहिं ठाणेहिं असंते गुणे दीवेज्जा,तं जहा- अब्भासवत्तियं, परच्छंदाणुवत्तियं, कज्जेहेङ, कयपडिकइयेइ वा । ભાવાર્થ :- ચાર કારણે પુરુષ અવિદ્યમાન ગુણોની ઉત્પત્તિ અને વૃદ્ધિ કરે છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈપણ પ્રવૃત્તિ-કાર્યનો અભ્યાસ થવાથી તે સંબંધી ગુણોની વૃદ્ધિ થાય છે (૨) ગુરુ, વડીલ વગેરેની મનોભાવનાનુસાર નમ્રતાપૂર્વક વર્તન કરવાથી ગુણોની વૃદ્ધિ થાય છે (૩) પ્રયોજનથી જ કોઈપણ પ્રવૃત્તિ કરવાથી અથવા પરોપકાર વૃત્તિથી ગુણોની વૃદ્ધિ થાય છે (૪) ઉપકારીનો પ્રત્યુપકાર કરવાથી, ઉપકારીના ઉપકારને યાદ રાખી, તેનો પ્રત્યુપકાર કરવાથી ગુણોની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે.
વિવેચન :
વ્યક્તિના જીવનમાં ગુણોના વિકાસ અને વિનાશના મનોવૈજ્ઞાનિક કારણોનું વિશ્લેષણ પ્રસ્તુત બે સૂત્રોમાં કર્યું છે. કોઈ વ્યક્તિ પ્રથમ સૂત્રોક્ત ચાર અવગુણોનું સેવન કરે તો તે વ્યક્તિમાં રહેલા અન્ય ગુણોની હાનિ થાય છે અને જે વ્યક્તિ અહીં બીજા સૂત્રમાં દર્શાવેલ ચાર ગુણોને ધારણ કરે તો તેના અનેક