________________
૫૪૨
શ્રી ઠાણાગ સુત્ર-૧
દેવોમાંથી નીકળીને તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. (૨) તિર્યંચ પંચેન્દ્રિય જીવ, તિર્યંચ પંચેન્દ્રિયમાંથી નીકળીને નારકીમાં, તિર્યંચમાં, મનુષ્યમાં અથવા દેવમાં ઉત્પન્ન થાય છે. તે જ પ્રમાણે (તિર્યંચ પંચેન્દ્રિયની જેમ) મનુષ્ય પણ ચારે ગતિમાંથી આવે અને ચારે ગતિમાં જાય છે. આરંભ-અનારંભ જનિત અસંયમ, સંયમ :१०५ बेइंदिया णं जीवा असमारंभमाणस्स चउव्विहे संजमे कज्जइ, तं जहाजिब्भामयाओ सोक्खाओ अववरोवित्ता भवइ, जिब्भामएणं दुक्खेणं असंजोगेत्ता भवइ, फासमयाओ सोक्खाओ अववरोवेत्ता भवइ, फासमएणं दुक्खेण असजोगित्ता भवइ । ભાવાર્થ :- બેઈન્દ્રિય જીવનો આરંભ ન કરનાર પુરુષને ચાર પ્રકારનો સંયમ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) (બેઈન્દ્રિય જીવોને)રસમય સુખનો વિયોગ કરતો નથી (૨) (તે જીવોને)રસમય દુઃખનો સંયોગ કરતો નથી (૩) (તે જીવોને) સ્પર્શમય સુખનો વિયોગ કરતો નથી (૪) (તે જીવોને)સ્પર્શમય દુઃખનો સંયોગ કરતો નથી. १०६ बेइंदिया णं जीवा समारभमाणस्स चउव्विहे असंजमे कज्जइ, तं जहाजिब्भामयाओ सोक्खाओ ववरोवित्ता भवइ, जिब्भामएणं दुक्खेणं संजोगित्ता भवइ, फासमयाओ सोक्खाओ ववरोवेत्ता भवइ, फासमएणं दुक्खेण संजोगित्ता भवइ । ભાવાર્થ :- બેઈન્દ્રિય જીવનો આરંભ કરનારા પુરુષને ચાર પ્રકારનો અસંયમ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) (તે જીવોને)રસમય સુખનો વિયોગ કરે છે (૨) (તે જીવોને)રસમય દુઃખનો સંયોગ કરે છે (૩) (તે જીવોને સ્પર્શમય સુખનો વિયોગ કરે છે (૪) (તે જીવોને)સ્પર્શમય દુઃખનો સંયોગ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આરંભથી અસંયમ અને અનારંભથી સંયમ છે, તે વાત પ્રગટ કરી છે.
આરંભ એટલે હિંસા, વિરાધના. અનારંભ એટલે જીવોની ઘાત-હિંસા ન કરવી. બેઈદ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય આ બે ઈન્દ્રિયના બે પ્રાણ છે. તેના આ પ્રાણોની ઘાત થાય તો તેને દુઃખ થાય છે, કષ્ટ પહોંચે છે. તેથી તે અસંયમ કહેવાય અને જે તેના પ્રાણોને કષ્ટ ન આપે તે સંયમ કહેવાય છે. તેના આધારે ચાર પ્રકારના સંયમ અને ચાર પ્રકારના અસંયમ કહ્યા છે જે સ્ત્રાર્થથી સ્પષ્ટ છે. સમ્યગ્દષ્ટિ જીવોને આરંભિકી આદિ ચાર ક્રિયા :१०७ सम्मदिट्ठियाणं णेरइयाणं चत्तारि किरियाओ पण्णत्ताओ, तं जहा