________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૪
अमुत्ते, अमुत्ते णाममेगे मुत्ते, अमुत्ते णाममेगे अमुत्ते ।
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ બાહ્ય પરિગ્રહથી મુક્ત હોય અને આસક્તિરૂપ આપ્યંતર પરિગ્રહથી પણ મુક્ત હોય. (૨) કોઈ પુરુષ બાહ્ય પરિગ્રહથી મુક્ત હોય પરંતુ પરિગ્રહમાંથી હજુ આસક્તિ છૂટી ન હોય અર્થાત્ આપ્યંતર પરિગ્રહથી મુક્ત ન હોય. (૩) કોઈ પુરુષ(શ્રાવક) બાહ્ય પરિગ્રહના ત્યાગી ન હોય તોપણ તે આસક્તિરૂપ પરિગ્રહથી મુક્ત । હોય. (૪) કોઈ પુરુષ બાહ્ય અને આત્યંતર બંને પ્રકારના પરિગ્રહથી યુક્ત હોય.
૫૪૧
१०३ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- मुत्ते णाममेगे मुत्तरूवे, चउभंगो । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ સર્વ પરિગ્રહ મુક્ત હોય અને તેવા જ દેખાય (૨) કોઈ પુરુષ પરિગ્રહ મુક્ત હોય પણ કોઈ પ્રવૃત્તિના કારણે અમુક્ત જેવા લાગે (૩) કોઈ પુરુષ પરિગ્રહ અમુક્ત હોય પણ પરિગ્રહ મુક્ત જેવા લાગે (૪) કોઈ પરિગ્રહથી અમુક્ત હોય અને તેવા જ દેખાય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પરિગ્રહ ત્યાગી અને પરિગ્રહ ગ્રસ્ત જીવોનું કથન છે.
मुत्ते :– મુક્ત. દ્રવ્યથી બાહ્ય પરિગ્રહના ત્યાગી અને ભાવથી ક્રોધાદિ આપ્યંતર પરિગ્રહ કે ભાવ પરિગ્રહ ત્યાગી એવા અનાસક્ત પુરુષને મુક્ત કહ્યા છે.
અમુત્તે :– અમુક્ત. બાહ્ય આત્યંતર, દ્રવ્ય—ભાવ પરિગ્રહધારી તથા આસક્ત જીવ અમુક્ત કહેવાય છે. ચૌભંગીઓ સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ગતિ-આગતિ :
१०४ पंचिंदियतिरिक्खजोणिया चउगइया चउआगइया पण्णत्ता, तं जहा - पंचिंदिय तिरिक्खजोणिए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जमाणे णेरइएहिंतो वा, तिरिक्खजोणिएहिंतो वा, मणुस्सेहिंतो वा, देवेहिंतो वा उववज्जेज्जा ।
से चेव णं से पंचिंदियतिरिक्खजोणिए पंचिंदियतिरिक्खजोणियत्तं विप्पजहमाणे णेरइयत्ताए वा, तिरिक्खजोणियत्ताए वा, मणुस्सत्ताए वा, देवत्ताए वा गच्छेज्जा । एवं चेव मणुस्सावि चउगइया चउआगइया ।
ભાવાર્થ :- પંચેન્દ્રિય તિર્યંચ યોનિના જીવ મરીને ચારે ગતિમાં જાય અને ચારે ગતિમાંથી આવે છે, તે આ પ્રમાણે છે– (૧) પંચેન્દ્રિય તિર્યંચયોનિના જીવ નારકીમાંથી, તિર્યંચમાંથી, મનુષ્યમાંથી અથવા