________________
૫૪૦
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
णाममेगे अमित्ते, अमित्ते णाममेगे मित्ते, अमित्ते णाममेगे अमित्ते ।
ભાવાર્થ : - પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પહેલાં મિત્ર છે અને પછી પણ મિત્ર રહે છે (૨) કોઈ પુરુષ પહેલાં મિત્ર હોય પણ પછી અમિત્ર થઈ જાય (૩) કોઈ પુરુષ પહેલાં મિત્ર ન હોય પણ પછી મિત્ર થઈ જાય. (૪) કોઈ પુરુષ પહેલાં અને પછી મિત્ર જ ન હોય.
१०१ चत्तारि पुरिसजाया पण्णत्ता, , તેં બહા- મિત્તે ગામનેને મિત્તરૂવે, ષડમનો
ભાવાર્થ :પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ સંપર્ક મેળાપની અપેક્ષાએ મિત્ર છે અને કર્તવ્યપાલન અને વ્યવહારની અપેક્ષાએ પણ મિત્રરૂપ છે. (૨) કોઈ નામના મિત્ર છે, કર્તવ્યપાલન રૂપે અમિત્ર છે. (૩) કોઈ મિત્ર નથી પણ કર્તવ્ય પાલન સમયે મિત્રતા રાખે છે. (૪) કોઈ અમિત્ર છે અને અમિત્ર રૂપે જ રહે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મિત્રતા—અમિત્રતા સંબંધી બે ચૌભંગી કહી છે. તેમાં પહેલી ચૌભંગીના વિવિધ પ્રકારે અર્થ થાય છે. આલોક અને પરલોક સાધનામાં ઉપકારી હોય તે મિત્ર છે. જે વ્યવહારમાં પ્રતિકૂળ આચરણ કરે, સાધનામાં અંતરાય કરે તે અમિત્ર કહેવાય છે.
વ્યવહાર દૃષ્ટિએ ચૌભંગી :- (૧) કોઈ વ્યક્તિ બાહ્ય વ્યવહારથી મિત્રતા રાખે અને હૃદયથી પણ મિત્રતા રાખે (૨) કોઈ હૃદયથી મિત્ર હોય અને વ્યવહારથી અમિત્ર હોય (૩) કોઈ વ્યવહારથી મિત્ર અને હૃદયથી અમિત્ર હોય (૪) કોઈ વ્યવહારથી અને હૃદયથી બંને પ્રકારે મિત્રતા ન રાખે.
ઉપકાર દષ્ટિએ ચૌભંગી :– (૧) આ લોકના ઉપકારી અને પરલોકના પણ ઉપકારી હોવાથી મિત્ર છે. જેમ કે સદ્ગુરુ (૨) આ લોકના ઉપકારી હોય પરંતુ પરલોક સાધક સંયમાદિમાં અંતરાય ઊભો કરે. જેમ કે પત્નિ આદિ (૩) સંસારમાં પ્રતિકૂલ વ્યવહાર કરે પરંતુ વૈરાગ્ય–ઉત્પન્ન કરવામાં નિમિત્ત રૂપ હોય. જેમ કે કલહ કરનારી સ્ત્રી આદિ (૪) પ્રતિકૂલ વ્યવહાર કરે અને સંકલેશ ઉત્પન્ન કરી, દુર્ગતિનું કારણ બને તે. જેમ કે
શત્રુ.
કાળ દૃષ્ટિએ ચૌભંગી :– આ ચૌભંગી સૂત્રાર્થમાં સ્પષ્ટ કહી છે.
मित्तरूवे ઃ– જે મિત્ર રૂપે રહે, જેનો વ્યવહાર મિત્રતાને અનુરૂપ હોય તે મિત્રરૂપ કહેવાય. ચૌભંગી સૂત્રાર્થમાં સ્પષ્ટ છે.
પરિગ્રહ મુક્ત-અમુક્ત પુરુષની બે ચૌભંગી :
१०२ चत्तारि पुरिसजाया पण्णत्ता, , तं जहा- मुत्ते णाममेगे मुत्ते, मुत्ते णाममेगे