________________
સ્થાન–૪: ઉદ્દેશક-૪
૫૩૯.
अहवा चउव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा- इत्थिवेयगा, पुरिसवेयगा, णपुंसकवेयगा, अवेयगा ।
अहवा चउव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा- चक्खुदंसणी, अचक्खुदसणी, ओहिदसणी, केवलदसणी ।
अहवा चउव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा- संजया, असंजया, संजया- संजया, णोसंजया णोअसंजया । ભાવાર્થ- સર્વ જીવ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) મનયોગી (૨) વચનયોગી (૩) કાયયોગી (૪) અયોગી.
| સર્વ જીવ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સ્ત્રીવેદી (૨) પુરુષ વેદી (૩) નપુંસક વેદી (૪) અવેદી.
અથવા સર્વ જીવ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ચક્ષુદર્શની (૨) અચક્ષુદર્શની (૩) અવધિદર્શની (૪) કેવલદર્શની.
અથવા સર્વ જીવ ચાર પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે- (૧) સંયત (૨) અસંયત (૩) સંયતા સંયત (૪) નો સંયત નો અસયત.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભિન્ન-ભિન્ન અપેક્ષાએ જીવના ભેદ બતાવ્યા છે.
સંસાર સમાપનક - ચાર ગતિઓના ભ્રમણને સંસાર કહે છે. જે જીવોએ આ સંસાર રૂપ સ્થાન પ્રાપ્ત કર્યું છે, તે સંસાર સમાપન્નક કહેવાય છે. ગતિ અપેક્ષાએ તેના નરકગતિ આદિ ચાર ભેદ છે.
યોગ અપેક્ષાએ, વેદ અપેક્ષાએ, દર્શન અપેક્ષાએ અને સંયમ અપેક્ષાએ સર્વ જીવ ચાર-ચાર વિભાગમાં વિભક્ત થાય છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
ચૌદમા ગુણસ્થાનવર્તી જીવ અને સિદ્ધ જીવ અયોગી છે. નવમાં ગુણસ્થાનના અવેદ ભાગથી ઉપરના સર્વ ગુણસ્થાનવાળા જીવ અને સિદ્ધ જીવઅવેદી છે.
સિદ્ધ ભગવાન નોસંયત નોઅસંયત છે. મિત્ર-અમિત્રની બે ચૌભંગી :१०० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- मित्ते णाममेगे मित्ते, मित्ते