________________
૫૪૪
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
ગુણો પુષ્ટ થાય છે, વૃદ્ધિ પામે છે તથા ગુણો ઉત્પન્ન થાય છે.
વ્યાખ્યામાં આ સૂત્રોનો અર્થ– બીજી વ્યક્તિના ગુણોનો નાશ કરે અને બીજી વ્યક્તિના ગુણોને પ્રકાશિત કરે, તે રીતે કર્યો છે.
ટીકાર્થ :– આ સૂત્રોમાં ગુણાનુરાગી દષ્ટિ અને અગુણાનુરાગી દષ્ટિના કારણોનું વિશ્લેષણ છે. ચાર કારણે વ્યક્તિ અન્યના ગુણોને જોઈ શકતો નથી, યથા– (૧) ક્રોધ– ક્રોધિત વ્યક્તિ અન્યના ગુણ જોઈ શકતી નથી. (૨) પ્રતિનિવેશ– અહંકાર, ઈર્ષાના કારણે બીજાની પૂજા, પ્રતિષ્ઠા સહન ન થાય. અહંકારાદિના કારણે વ્યક્તિ અન્યના ગુણ જોઈ શકતી નથી. (૩) અકૃતજ્ઞતા– અન્યના ઉપકારને ભૂલી જાય તે ગુણ જોઈ શકતી નથી. (૪) મિથ્યાભિનિવેશ– મિથ્યાત્વના ઉદયે દૂરાગ્રહી, ખોટી પકડ રાખનાર વ્યક્તિ અન્યના ગુણ જોઈ શકતી નથી.
ચાર કારણથી જીવ ગુણનુરાગી બને છે, યથા– (૧) અભ્યાસવૃત્તિ- ગુણ જ જોવાનો સ્વભાવ હોય તે. આવો ગુણગ્રાહી સ્વભાવ અભ્યાસથી પ્રાપ્ત થાય છે. વારંવાર ગુણ જોવાનો અભ્યાસ કરવાથી તે સ્વભાવરૂપ બની જાય છે. (૨) પરછન્દાનુવૃત્તિ- અન્યના સ્વભાવને અનુસરવું. બીજા લોકો કોઈના ગુણની પ્રશંસા કરતાં હોય તો તે સાંભળી, મારે પણ તેમ કરવું જોઈએ; તેવા અભિપ્રાયથી ગુણ પ્રશંસા કરે. (૩) કાર્યહેતુ– પોતાનું કાર્ય કરાવવા સામેની વ્યક્તિના ગુણ પ્રગટ કરે. (૪) કૃતજ્ઞતા– ઉપકારીના ઉપકારને યાદ કરી, ગુણાનુવાદ કરે.
ચોવીસ દંડકમાં શરીરની ઉત્પત્તિના કારણો :
११० णेरइयाणं चउहिं ठाणेहिं सरीरुप्पत्ती सिया, तं जहा- कोहेणं, माणेणं, માયા, તોમેળ । Ë નાવ વેમાખિયાળ |
ભાવાર્થ :- ચાર કારણે નારકીના શરીરની ઉત્પત્તિ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધથી (૨) માનથી (૩) માયાથી (૪) લોભથી. તે જ રીતે વૈમાનિક સુધીના સર્વ દંડકોના જીવોના શરીરની ઉત્પત્તિ ચાર–ચાર કારણે થાય છે.
१११ णेरइयाणं चउट्ठाणणिव्वत्तिए सरीरे पण्णत्ते, तं जहा- कोहणिव्वत्तिए जाव लोभणिव्वत्तिए । एवं जाव वेमाणियाणं ।
ભાવાર્થ : – નારક જીવોનું શરીર ચાર કારણે નિવર્તિત(નિષ્પાદિત) થાય છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ નિવર્તિત (૨) માન નિવર્તિત (૩) માયા નિવર્તિત (૪) લોભ નિવર્તિત. તે જ રીતે વૈમાનિક સુધીના સર્વ દંડકોના શરીરની નિષ્પત્તિ ચાર કારણે થાય છે.