________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪ .
૫૩૭
વિવેચન :
તીર્થકર ભગવંતોને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય પછી તેઓ પ્રથમ સમવસરણમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ ચાર તીર્થની સ્થાપના કરે છે. તે ચતુર્વિધ સંઘ તરીકે ઓળખાય છે. તે ચારે મળીને સંઘ કહેવાય છે અથવા તે પ્રત્યેકને પૃથક પૃથક રીતે પણ સંઘ રૂપે કહી શકાય છે.
મતિ-બુદ્ધિના ચાર-ચાર પ્રકાર :९६ चउव्विहा बुद्धी पण्णत्ता,तंजहा- उप्पइया, वेणइया, कम्मिया, पारिणामिया। ભાવાર્થ :- મતિ ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ઔત્પાતિકા, (૨) વૈનાયિકા, (૩) કાર્મિકા, (૪) પારિણામિકા. ९७ चउव्विहा मई पण्णत्ता, तं जहा- उग्गहमई, ईहामई, अवायमई, धारणामई।
__ अहवा चउव्विहा मई पण्णत्ता, तं जहा- अरंजरोदगसमाणा, वियरोदगसमाणा, सरोदगसमाणा, सागरोदगसमाणा । ભાવાર્થ -મતિ ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) અવગ્રહ મતિ (૨) ઈહામતિ (૩) અવાય મતિ (૪) ધારણા મતિ.
અથવા ચાર પ્રકારની મતિ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ઘડાના પાણી સમ, (૨) ખાડાના પાણી સમ, (૩) સરોવરના પાણી સમ, (૪) સમુદ્રના પાણી સમ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મતિજ્ઞાનના મૃતનિશ્રુત અને અતનિશ્રિત આ બે ભેદોનું તેના ચાર–ચાર ભેદ સાથે સ્વરૂપ દર્શાવ્યું છે. પાંચ ઈદ્રિય અને મનથી શ્રુતના આધારે જે જ્ઞાન થાય તે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે અને શ્રુતના આધાર વિના જ ચાર પ્રકારની બુદ્ધિથી જે જ્ઞાન થાય તેને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહે છે.
અશ્રુત નિશ્રિત- પહેલાં સાંભળ્યું કે જોયું ન હોય તેમાં બુદ્ધિ ઉત્પન્ન થાય તે અશ્રુતનિશ્રિત કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં તેના ચાર પ્રકાર કહ્યા છે. (૧) ૩પ્પા :-ઔત્પત્તિકી બુદ્ધિ. પૂર્વ અદષ્ટ, અશ્રુત અને અજ્ઞાત તત્ત્વને તત્કાલ જાણનારી, પ્રત્યુપન્ન અથવા અતિશાયિની પ્રતિભા સંપન્ન બુદ્ધિ. (૨) વેળા - વૈનાયિકી બુદ્ધિ. ગુરુજનોનો વિનય અથવા સેવા, સુશ્રુષા કરવાથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે.