________________
[ ૫૩૬]
શ્રી ઠાણાગ સુત્ર-૧
શાતાવેદનીયાદિ શુભકર્મ પણ અશાતાવેદનીયાદિ પાપ કર્મમાં સંક્રાન્ત થઈ જાય છે. તેથી તે અશુભ વિપાક આપે છે. તે શુભ કર્મનો અશુભવિપાક કહેવાય. (૩) કોઈ કર્મ અશુભ હોય પણ તેનો વિપાક શુભ હોય, યથા– કોઈ જીવે પહેલાં અશાતાવેદનીય આદિ અશુભકર્મ બાંધ્યું પછી શુભ પરિણામોની પ્રબળતાથી શાતાવેદનીય આદિ ઉત્તમ અનુભાગવાળા કર્મ બાંધે ત્યારે પહેલાં બાંધેલા અશુભકર્મ પણ શુભ કર્મ રૂપે સંક્રાન્ત થઈ જાય છે. તેથી તે શુભ વિપાક આપે છે. તે અશુભકર્મનો શુભવિપાક કહેવાય.
(૪) કોઈ કર્મ અશુભ હોય અને તેનો વિપાક પણ અશુભ હોય, યથા- કોઈ જીવે પહેલા પાપ કર્મ બાંધ્યું અને તેના વિપાક રૂપે દુઃખ ભોગવે. તે અશુભકર્મનો અશુભવિપાક કહેવાય.
ઉક્ત ચારે પ્રકારમાં પહેલાં અને ચોથા પ્રકારમાં તો બંધ અનુસાર વિપાક છે. બીજા અને ત્રીજા પ્રકારમાં સંક્રમણ જનિત પરિણામ છે. શાતાવેદનીય અશાતાવેદનીય રૂપે પરિણમન પામે તેમજ એક કર્મ બીજા કર્મરૂપે પરિણમે તેને સંક્રમણ કહે છે. કેટલાંક પુણ્ય-પાપરૂપ કર્મોનું પોતાની ઉત્તર પ્રકૃતિની અંતર્ગત પરસ્પરમાં પરિવર્તન રૂપ સંક્રમણ થાય છે. ચારે આયુષ્ય કર્મમાં તથા દર્શન મોહ, ચારિત્ર મોહમાં મૂળકર્મ એક હોવા છતાં પણ સંક્રમણ થતું નથી.
કર્મબંધના ચાર પ્રકાર :|९४ चउव्विहे कम्मे पण्णत्ते, तं जहा- पगडीकम्मे, ठिइकम्मे अणुभावकम्मे, पएसकम्मे ।
ભાવાર્થ :- કર્મ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રકૃતિ કર્મ– જ્ઞાન-દર્શન ચારિત્ર આદિ ગુણોને રોકવાનો સ્વભાવ (૨) સ્થિતિ કર્મ બાંધેલા કર્મોની કાલ મર્યાદા (૩) અનુભાવ કર્મબાંધેલા કર્મોની ફળપ્રદાન શક્તિ (૪) પ્રદેશ કર્મ– કર્મ પરમાણુનો સંચય.
વિવેચન :
કર્મ બંધના આધારે પ્રતિબંધ આદિ ચાર પ્રકાર સુત્રમાં બતાવ્યા છે. તેનું વિવેચન ચોથા સ્થાનના બીજા ઉદ્દેશકના 'બંધ' સૂત્રમાં કર્યું છે. ચતુર્વિધ સંઘ :|९५ चउव्विहे संघे पण्णत्ते, तं जहा- समणा, समणीओ, सावगा, सावियाओ। ભાવાર્થ :- સંઘના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રમણ (ર) શ્રમણી (૩) શ્રાવક (૪) શ્રાવિકા.