________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
પ૩૫ ]
પણ શુભ હોય (૨) કોઈ કર્મ શુભ હોય પણ તેનો વિપાક અશુભ હોય (૩) કોઈ કર્મ અશુભ હોય પણ તેનો વિપાક શુભ હોય (૪) કોઈ કર્મ અશુભ હોય અને તેનો વિપાક પણ અશુભ હોય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કર્મ સંબંધી પ્રતિપાદન છે. અહીં શુભ એટલે પુણ્ય અને અશુભ એટલે પાપ, તેમ અર્થ સમજવો. કર્મોના મૂળ આઠ ભેદ છે. તેમાં ચાર ઘાતકર્મ તો પાપરૂપ જ છે. શેષ ચાર અધાતિકર્મોના બે વિભાગ છે. તેમાં શાતાવેદનીય, શુભ આયુ, ઉચ્ચગોત્ર અને પંચેન્દ્રિય જાતિ, ઉત્તમ સંસ્થાન, સ્થિર, સુભગ, યશકીર્તિ આદિ નામકર્મની ૮ પ્રકૃતિઓ પુણ્યરૂપ છે અને શેષ પ્રકૃતિઓ પાપરૂપ છે. (૧) સુરે નામને સુમે – કોઈ પુણ્યકર્મ વર્તમાનમાં ઉત્તમ ફળ આપે છે અને શુભનો બંધ થતો હોવાથી ભવિષ્યમાં પણ સુખ આપનાર હોય છે. તેને પુણ્યાનુબંધી પુણ્ય કહે છે. પુણ્યનો ઉદય છે અને પુણ્યનો બંધ કરાવે છે. જેમ કે- ભરત ચક્રવર્તીનું પુણ્ય. (૨) તુ મને અણુમે - કોઈ પુણ્યકર્મ વર્તમાનમાં ઉત્તમ ફળ આપે છે પરંતુ પાપાનુબંધી હોવાથી ભવિષ્યમાં દુઃખ આપનારું થાય. પુષ્યનો ઉદય પાપનો બંધ કરાવે છે તેને પાપાનુબંધી પુણ્ય કહે છે. જેમ કે બ્રહ્મદત્ત ચક્રવર્તીનું પુણ્ય. (૩) મસુબે નામને સુખે – કોઈ પાપકર્મ વર્તમાનમાં દુઃખ આપે છે પરંતુ તે સમયે શુભનો બંધ થતો હોવાથી ભવિષ્યમાં સુખ આપનાર થાય. જે પાપનો ઉદય પુણ્યનો બંધ કરાવે તેને પુણ્યાનુબંધી પાપ કહે છે. જેમ કે સનસ્કુમાર ચક્રવર્તીના સોળ રોગ. (૪) અસુરે નામને અણુમે :- કોઈ પાપકર્મ વર્તમાનમાં પણ દુઃખ આપે છે અને પાપાનુબંધી હોવાથી ભવિષ્યમાં પણ દુઃખ આપે તેને પાપાનુબંધી પાપ કહે છે. પાપનો ઉદય છે અને પાપનો બંધ કરાવે છે. જેમ માછીમાર આદિનું પાપકર્મ. અમે નામ સુમવિવારે :- આ ચૌભંગીનો બે પ્રકારે અર્થ ઘટિત થાય છે– (૧) કોઈ શુભ કર્મના ઉદયે શુભવિપાક થાય. યથા– શાતાવેદનીય. (૨) કોઈ શુભ કર્મના ઉદયે અશુભ વિપાક થાય. યથા– ધ્રાણેન્દ્રિયનો ક્ષયોપશમ તીવ્ર હોય તો દુર્ગધ આવતાં દુઃખ થાય અથવા અતિભોગ સામગ્રી કે ખાદ્ય સામગ્રી શુભ કર્મના ઉદયે મળે તેનો અતિ ઉપયોગ કરતાં રોગ થાય. (૩) અશુભ કર્મના ઉદયે શુભ વિપાક થાય. યથા- નિદ્રા દર્શનાવરણીય અશુભ કર્મ છે તેના ઉદયે સુખ થાય. (૪) અશુભ કર્મના ઉદયે અશુભ વિપાક થાય. યથા- અશાતાવેદનીય. બીજા પ્રકારે– (૧) કોઈ કર્મ શુભ હોય અને તેનો વિપાક પણ શુભ હોય, યથા–કોઈ જીવે શાતાવેદનીય આદિ પુણ્યકર્મ બાંધ્યું અને તેના વિપાક રૂપે સુખ ભોગવે છે. (૨) કોઈ કર્મ શુભ હોય પણ તેનો વિપાક અશુભ હોય, યથા- જીવે પહેલાં શાતા વેદનીય આદિ શુભ કર્મ બાંધ્યું અને પછી તીવ્ર કષાયથી અશાતા વેદનીય આદિ અશુભ કર્મનો તીવ્ર બંધ કરે ત્યારે પૂર્વે બાંધેલા