________________
૫૩૪
શ્રી ઠાણાગ સુત્ર-૧
આ ઉપસર્ગ આવવાથી માણસ હલન-ચલન કરી શકતો નથી. (૪) શ્લેષણતા જનિત- સન્ધિસ્થળ જોડાઈ જવાથી અને સાંધાના દુઃખાવા વગેરેથી જે કષ્ટ થાય છે. આ ઉપસર્ગમાં એક અંગ બીજા અંગ સાથે જોડાઈ ગયું હોય તેમ લાગે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉપસર્ગ ચતુષ્ટયનું પ્રતિપાદન છે.
૩વસTI :- સંયમથી નીચે પાડે, બાધા, કષ્ટ ઉત્પન્ન કરે તેને ઉપસર્ગ કહે છે. ઉપસર્ગ કરનારના ભેદ પ્રભેદથી તેના ૪૪૪ = ૧૬ પ્રકાર કહ્યા છે. જે સ્ત્રાર્થથી સ્પષ્ટ છે.
આવળિજ્ઞા :- મનુષ્ય, તિર્યંચ કે દેવ વગેરે કોઈના નિમિત્ત વિના સ્વતઃ કર્મોદયથી અને અસાવ- ધાનીથી કે સ્વયંના શરીરથી ઉત્પન્ન થતાં કષ્ટને અહીં આત્મ ઉત્પાદિત ઉપસર્ગ કહ્યા છે. ચાર ભેદો દ્વારા સૂત્રકારે તેનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. અન્ય સૂત્રોમાં આત્મ સંચેતનીય ઉપસર્ગના સ્થાને આકસ્મિક' અથવા 'અચેતન કત ઉપસર્ગ'નો ઉલ્લેખ છે. વીજળી પડે, ઉલ્કાપાત થાય, ભૂકંપ થાય, ભીંતાદિ પડી જાય અને તેથી જે કષ્ટ થાય તે આકસ્મિક કે અચેતનકૃત ઉપસર્ગ કહેવાય.
આ ચારે ઉપસર્ગોને બે વિભાગમાં વિભક્ત કરી શકાય, યથા– (૧) અનુકૂલ (૨) પ્રતિકૂલ. દેહ, ઈન્દ્રિય અને મનને અનુકૂળ હોય તે અનુકૂળ ઉપસર્ગ. દેહ, ઈન્દ્રિય અને મનને પ્રતિકૂળ હોય તે પ્રતિકૂળ ઉપસર્ગ. બન્ને પ્રકારના ઉપસર્ગ આત્માને ધર્મ માર્ગથી વિચલિત કરવા ઉપસ્થિત થાય છે.
શુભાશુભ કર્મ વિપાકની ચૌભંગીઓ :९२ चउव्विहे कम्मे पण्णत्ते, तं जहा- सुभे णाममेगे सुभे, सुभे णाममेगे असुभे असुभे णाममेगे सुभे, असुभे णाममेगे असुभे । ભાવાર્થ :- ચાર પ્રકારના કર્મ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ કર્મ ઉદયમાં શુભ પ્રકૃતિવાળા હોય અને તેના ઉદયે શુભનો બંધ થાય (૨) કોઈ કર્મ ઉદયમાં શુભ પ્રકૃતિવાળા હોય પરંતુ તેના ઉદયે અશુભનો બંધ થાય (૩) કોઈ કર્મ ઉદયમાં અશુભ પ્રકૃતિવાળા હોય પરંતુ તેના ઉદયે શુભનો બંધ થાય (૪) કોઈ કર્મ ઉદયમાં અશુભ પ્રકૃતિવાળા હોય અને તેના ઉદયે અશુભનો બંધ થાય. ९३ चउव्विहे कम्मे पण्णत्ते, तं जहा- सुभे णाममेगे सुभविवागे, सुभे णाममेगे असुभविवागे, असुभे णाममेगे सुभविवागे, असुभे णाममेगे असुभविवागे। ભાવાર્થ :- ચાર પ્રકારના કર્મ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ કર્મ શુભ હોય અને તેનો વિપાક