________________
સ્થાન–૪: ઉદ્દેશક-૪
પ૩૩ ]
ઉપસર્ગોના ચાર પ્રકાર તથા ચાર-ચાર કારણો - | ८७ चउव्विहा उवसग्गा पण्णत्ता, तं जहा- दिव्वा, माणुसा, तिरिक्खजोणिया, आयसंचेयणिज्जा । ભાવાર્થ :- ઉપસર્ગ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દેવ દ્વારા અપાતા ઉપસર્ગ (૨) મનુષ્યો દ્વારા અપાતા ઉપસર્ગ (૩)પશુ પક્ષીઓ દ્વારા અપાતા ઉપસર્ગ (૪) સ્વયં દ્વારા ઉત્પન્ન ઉપસર્ગ. |८८ दिव्वा उवसग्गा चउव्विहा पण्णत्ता, तं जहा- हासा, पाओसा, वीमंसा, पुढोवेमाया । ભાવાર્થ :- દિવ્ય ઉપસર્ગ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) હાસ્ય જનિત-કુતૂહલતાપૂર્વક હાંસીથી અપાતા ઉપસર્ગ (૨) પ્રદ્વેષ જનિત- પૂર્વ ભવના વેરને કારણે અપાતા ઉપસર્ગ (૩) વિમર્શ જનિત– પરીક્ષા લેવા કરાતા ઉપસર્ગ (૪) પૃથગૂ વિમાત્ર- હાસ્ય, અષાદિ મિશ્રિત કારણોથી અપાતા ઉપસર્ગ.
८९ माणुसा उवसग्गा चउव्विहा पण्णत्ता, तं जहा- हासा, पाओसा, वीमंसा, कुसील पडिसेवणया । ભાવાર્થ :- માનુષ ઉપસર્ગ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) હાસ્ય જનિત ઉપસર્ગ (૨) પ્રદ્વેષ જનિત ઉપસર્ગ (૩) વિમર્શ જનિત ઉપસર્ગ (૪) કુશીલ સેવન માટે અપાતા ઉપસર્ગ. |९० तिरिक्खजोणिया उवसग्गा चउव्विहा पण्णत्ता,तं जहा- भया, पाओसा, आहारहेउया, अवच्चलेणसारक्खणया । ભાવાર્થ :- તિર્યંચ ઉપસર્ગ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ભય જનિત ઉપસર્ગ (૨) પ્રદૈષ જનિત ઉપસર્ગ (૩) આહાર માટે અપાતા ઉપસર્ગ (૪) પોતાના બચ્ચા અને આવાસના સંરક્ષણ માટે અપાતા ઉપસર્ગ. ९१ आयसंचेयणिज्जा उवसग्गा चउव्विहा पण्णत्ता, तं जहा- घट्टणया, पवडणया, थंभणया, लेसणया । ભાવાર્થ :- આત્મા દ્વારા સ્વતઃ ઉત્પન્ન ઉપસર્ગ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ઘટ્ટનતા જનિત– ઘર્ષણથી ઉત્પન્ન દુઃખ. આંખમાં કણું પડે અને તેને મસળવાથી જે કષ્ટ થાય તે (૨) પ્રપતન જનિત- માર્ગમાં ચાલતા પડી જાય અને જે કષ્ટ થાય તે (૩) સ્તંભન જનિત– લોહી, સ્નાયુનીગતિ અટકી જવાથી; હાથ, પગ અકડાઈ જવાથી અને પક્ષઘાત થતાં અંગ ખોટા પડી જવાથી જે દુઃખ થાય તે.