________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
जम्मि पुरिसम्मि विज्जइ, से महुकुंभे मधुपिहाणे ॥ १ ॥ हिययमपावमकलुसं, जीहावि य कडुयभासिणी णिच्चं । जम्मि पुरिसम्मि विज्जइ, से महुकुंभे विसपिहाणे ॥ २ ॥ जं हिययं कलुसमयं, जीहावि य महुरभासिणी णिच्चं । जम्मि पुरिसम्मि विज्जइ, से विसकुंभे महुपिहाणे ॥ ३ ॥ जं हिययं कलुसमयं, जीहावि य कडुयभासिणी णिच्चं । जम्मि पुरिसम्मि विज्जइ, से विसकुंभे विसपिहाणे ॥ ४ ॥ ભાવાર્થ :- ચાર પ્રકારના કુંભ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે–
કુંભ
૧. કોઈ મધનો કુંભ અને મધનું ઢાંકણું હોય. ૨. કોઈ મધનો કુંભ અને વિષનું ઢાંકણું હોય. ૩. કોઈ વિષનો કુંભ અને મધનું ઢાંકણું હોય.
૪. કોઈ વિષનો કુંભ અને વિષનું ઢાંકણું હોય.
પર
પુરુષ ૧. કોઈનું હૃદય મધ જેવું અને જીભ પણ મીઠી હોય. ૨. કોઈનું હૃદય મધ જેવું પણ જીભ કડવી હોય. ૩. કોઈનું હૃદય વિષ જેવું પણ જીભ મીઠી હોય.
૪. કોઈનું હૃદય વિષ જેવું અને જીભ પણ કડવી હોય.
=
ગાથાર્થ – (૧) જે પુરુષનું હૃદય નિષ્પાપ હોય, અકલુષિત હોય અને જીભ મીઠાશવાળી હોય તે મધના ઘડાને મધના ઢાંકણા જેવા છે.
(૨) જે પુરુષનું હૃદય નિષ્પાપ અને અકલુષિત હોય પરંતુ જેની જીભ સદા કડવાશવાળી હોય તે મધના ઘડા અને વિષના ઢાંકણા જેવા છે.
(૩) જે પુરુષનું હૃદય કલુષિત હોય પરંતુ જીભ મીઠી હોય, તે વિષનો ઘડો અને મધના ઢાંકણા જેવા છે. (૪) જે પુરુષનું હૃદય કલુષિત હોય અને જીભ પણ કટુભાષી હોય, તે વિષનો ઘડો અને વિષના ઢાંકણા જેવા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કુંભના દૃષ્ટાંતે મનુષ્યગત આંતર-બાહ્ય વૃત્તિની તરતમતાનું દર્શન કરાવ્યું છે. જેનું હૃદય પાપ રહિત, અકલુષિત હોય અને ભાષામાં મીઠાશ હોય તે ઉત્તમ છે. વિષતુલ્ય હૃદયવાળા કનિષ્ઠ છે. આ સૂત્ર નાનું પણ મહાઅર્થ સંપન્ન અને ગાંભીર્યથી સંયુક્ત છે.
મહુ – પ્રસ્તુત સૂત્રમાં વિષના પ્રતિપક્ષમાં મહુ શબ્દનો પ્રયોગ છે. તેથી તેનો અર્થ મધુર કે અમૃત કરી શકાય છે. સામાન્ય રીતે મધ અર્થ થાય છે.