________________
મારી વરણી ત્રીજા અંગ “શ્રીમદ્ ઠાણાંગસૂત્ર' માટે થઈ. મારા મનને અતિ આનંદ અનુભવાયો. જે શાસ્ત્રમાં એકથી દસ બોલોનું વિસ્તૃત વર્ણન છે, દ્રવ્યાનુયોગની સાથે અનેકવિધ અણઉકેલ્યા રહસ્યો ભર્યા છે, જેનું નય, નિક્ષેપથી ચિંતન, મનન કરવામાં આવે તો શ્રુતજ્ઞાનનો અનેરો લાભ મળે, તેવા આગમન “શ્રી ઠાણાંગ સૂત્ર’ તે નામ જ આત્માને આત્મામાં સ્થિત કરે છે.
- ગુરુવર્યો પાસેથી પ્રાપ્ત જ્ઞાન, “પાથર્ડબોર્ડ” તેમજ શ્રમણી વિદ્યાપીઠમાં કરેલો અભ્યાસ મને ઉપયોગી થશે તેવા ભાવ સાથે મેં ધન્યતા અનુભવી અને આટલું વિશાળ તથા વિશદકાર્ય અનેક ઉપકારીઓના કૃપા પ્રસાદે અને સહ્યોગ બળે સ્વીકારી લીધું.
મમ પરમ ઉદ્ધારક, પરમ શ્રદ્ધેય, તપસમ્રાટ ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. ની અસીમ કૃપાએ આ કાર્ય કરવાની મને શક્તિ મળી અને અનુવાદ કાર્ય શરૂ થયું. ગચ્છ શિરામણી પૂ. જયંતમુનિ મ. સા. તથા ગુજરાત કેસરી પૂ. ગિરીશમુનિ મ. સા. ના અષિશે કાર્યને વેગ મળ્યો.
મમ જીવન નૈયાના સુકાની મંગલમૂર્તિ પૂજ્યવરો પૂ. મુક્તાબાઈ મ. તથા સંયમ સંસ્કારદાત્રી ગુરુણી મૈયા, આ ગુરુ પ્રાણ આગમ બત્રીસીના મુખ્ય સંપાદિકા, ભાવયોગિની પૂ. લીલમબાઈમ. એ મારા લેખનકાર્યનું સર્વરીતે અવગાહન કરી, ક્ષતિઓ નિવારી, અનોખો નિખાર આપ્યો છે.
આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ મ. સાહેબે તો ઉદારમના બની, પોતાને પ્રછન્ન રાખી, અન્યના વ્યક્તિત્વને ઉપસાવવા અનેરું યોગદાન આપ્યું છે.
આગમજ્ઞાન લબ્ધ, અમ ગુરુ બંધુ, શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. એ શ્રી ઠાણાંગસૂત્રનું અવલોકન કરી, પ્રમાર્જન કર્યું છે. વડીલ ગુરુભગિની પૂ. ઉષાબાઈ મ. તો આ અનુવાદ કાર્યના ઉદ્ભવસ્થાને જ છે.
સહવર્તિની તથા સહ સંપાદિકા સાધ્વી ડો. આરતીબાઈએ અને સાધ્વીશ્રી સુબોધિકાબાઈએ અનુવાદની મૌલિકતા જળવાઈ રહે, તે રીતે સંપાદન કાર્ય દ્વારા સ્વશક્તિનો સદુપયોગ કર્યો છે.