________________
પ્રકાશન, સાંડેરાવથી પ્રકાશિત મૂળ, અનુવાદ અને પરિશિષ્ટ સહિત. (૯) ઈ. સ. ૧૯૭૨ માં પૂ. આત્મારામજી મ.સા. દ્વારા સંપાદિત, આત્મારામ પ્રકાશન સમિતિ દ્વારા લુધિયાણાથી પ્રકાશિત હિન્દી વિવેચન સહિત. (૧૦) ઈ. સ. ૧૯૭૭ માં આચાર્ય તુલસી દ્વારા સંપાદિત, વિશ્વભારતી લાડગૂંથી પ્રકાશિત હિન્દી અનુવાદ, ટિપ્પણ સહિત. (૧૧) ઈ. સ. ૧૯૮૨ માં સાધ્વી રાજુલ દ્વારા અનુવાદિત, શ્રમણી વિદ્યાપીઠ ઘાટકોપરથી પ્રકાશિત શ્રી સ્થાનાંગ સૂત્રમૂળપાઠ અને ભાવાર્થ સહિત. (૧૨) ઈ. સ. ૧૯૯૦માં આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ દ્વારા સંપાદિત, આગમ નવનીત પ્રકાશન સમિતિ, સિરોહીથી પ્રકાશિત સંક્ષિપ્ત સારાંશ.
આ સિવાય અનેક સંસ્કરણો મૂળ કે અર્થ રૂપે પ્રકાશિત થયા છે. સ્થાનકવાસી ધર્મસિંહ મુનિએ ૧૮મી સદીમાં સ્થાનાંગ સૂત્રનો ટબ્બો લખ્યો છે, જે અપ્રકાશિત છે. સંવત ૧૬૫૭ માં નગર્ષિગણી તથા પાર્થચંદ્રગણી અને સંવત ૧૭૦૫ માં હર્ષનંદન ગણીએ સંસ્કૃતમાં વૃત્તિ લખી.
આ જ કડીમાં ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા મૂળ, ભાવાર્થ, વિવેચન સહિત પ્રસ્તુત સ્થાનાંગ સૂત્રને પ્રકિશત કરતાં અમો ધન્યતા અનુભવીએ છીએ. પ્રસ્તુત સંસ્કરણ આભાર દર્શન -
તીર્થંકર પરમાત્માએ સ્વાનુભૂતિ માટે આગમોનું અનોખું તત્ત્વ પ્રરૂપ્યું. જેને આપણે આગમ” “શાસ્ત્ર’ કે ‘સિદ્ધાંત' શબ્દથી ઓળખીએ છીએ. તેમાં ભરેલા રહસ્યોને પામવામાં આપણી શક્તિ, બુદ્ધિ ઘણી ટૂંકી પડે. છતાં ય કંઈક પામવું તો છે જ.
અક્ષરદેહે અંકિત આગમોના ભાવો સમજાવવા બોલચાલની ભાષા વધુ પ્રિય, સરળ અને અનુકૂળ રહે છે. તે માટે કોઈ નિમિત્તની આવશ્યકતા હોય છે. અમારા આ પ્રકાશનમાં તે પ્રબળ, પાવન નિમિત્ત બન્યું શ્રદ્ધામૂર્તિ ગુરુદેવ પૂજ્ય પ્રાણગુરુ જન્મ શતાબ્દી વર્ષ.
આ શતાબ્દી વર્ષની સ્મૃતિમાં પ્રકાશિત થતી આગમ બત્રીસીના અનુવાદ કાર્યમાં