________________
વ્યાખ્યા સાહિત્ય -
સ્થાનાંગ સત્રમાં વિષયની વિવિધતા હોવા છતાં ચિંતનની જટિલતા નથી કે જેને ઉદ્ઘાટિત કરવા વ્યાખ્યા સાહિત્યના નિર્માણની આવશ્યકતા રહે તેથી જ પ્રસ્તુત આગમ પર નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ લખવામાં આવી નથી.
સર્વ પ્રથમ નવાંગી ટીકાકાર અભયદેવસૂરિએ વિ.સં. ૧૧૨૦ માં સ્થાનાંગ સૂત્ર પર વૃત્તિ લખી છે. આ વૃત્તિ મૂળસૂત્ર પર છે. તેમાં માત્ર શબ્દાર્થ જ નથી પરંતુ સૂત્ર સંબંધિત વિષયો પર ઊંડાણપૂર્વકની વિચારણા છે. વૃત્તિમાં અનેક સ્થાને દાર્શનિક ચર્ચા, નિક્ષેપ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે નિર્યુક્તિ અને ભાષ્યનું સ્મરણ કરાવે છે. વૃત્તિમાં વિષયને સ્પષ્ટ કરવા વિવિધ દષ્ટાંતો પણ આપ્યા છે.
વૃત્તિનું ગ્રંથમાન ૧૪૨૫૦ શ્લોક પ્રમાણ કહેવાય છે. વૃત્તિકાર અભયદેવે પોતાનો પરિચય આપતાં જણાવ્યું છે કે યશોદેવગણિની સહાયતાથી વૃત્તિ સંપન્ન કરી છે તથા દ્રોણાચાર્યે આવૃત્તિને આદ્ય વાંચી સંશોધન કર્યું છે.
સ્થાનાંગસૂત્રના પૂર્વ પ્રકાશનો:(૧) ઈ. સ. ૧૮૮૦માં રાયધનપતસિંહ દ્વારા કલકત્તાથી પ્રકાશિત અભયદેવસૂરી કૃત ટીકા. (૨) ઈ. સ. ૧૯૨૦માં આગમોદય સમિતિ દ્વારા મુંબઈથી પ્રકાશિત અભયદેવસૂરી કૃત ટીકા. (૩) ઈ. સ. ૧૯૨૦માં પૂ. અમોલઋષિજી મ. સા. દ્વારા સંપાદિત હૈદ્રાબાદથી પ્રકાશિત હિન્દી અનુવાદ. (૪)ઈ.સ. ૧૯૩૧ માં જીવરાજભાઈ ઘેલાભાઈ દોશી દ્વારા અમદાવાદથી પ્રકાશિત ગુજરાતીમાં. (૫) ઈ. સ. ૧૯૩૭માં માણેકલાલ ચુનીલાલ દ્વારા અમદાવાદથી પ્રકાશિત ગુજરાતીમાં. (૬) ઈ. સ. ૧૯૫૫ માં દલસુખભાઈ માલવણિયા, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા અમદાવાદથી પ્રકાશિત સ્થાનાંગ-સમવાયાંગ સૂત્ર તુલનાત્મક ટિપ્પણ સાથે. (૭) ઈ. સ. ૧૯૬૪ માં પૂ. ઘાસીલાલજી મ.સા. “કમલ' દ્વારા સંપાદિત, આગમ અનુયોગ