________________
નિર્ણય માટે ત્રણ પ્રમાણનું કથન છે.
વાદ સંબંધી ઉલ્લેખો પણ આ આગમના ભિન્ન ભિન્ન સ્થાનમાં જોવા મળે છે. ચોથા સ્થાનમાં ભગવાન મહાવીરના વાદવિદ્યામાં નિપુણ ૪૦૦ સાધુનો ઉલ્લેખ છે. નવમાં સ્થાનમાં નવ વિશિષ્ટ વ્યક્તિમાં ‘વાદવિશારદ' ની ગણના પણ છે. છઠ્ઠા સ્થાનમાં છ પ્રકારના વાદનો નિર્દેશ છે. અહીં વાદ શબ્દથી વાદી-પ્રતિવાદી દ્વારા વિજય મેળવવા જે પ્રયુક્તિઓનો પ્રયોગ થાય તે નિર્દિષ્ટ છે. દસમા સ્થાનમાં વાદના ૧૦ દોષ બતાવ્યા છે. સાતમા સ્થાનમાં નયવાદ, સાત નય અને નિહ્નવવાદનું વર્ણન છે. સ્થાનાંગસૂત્રમાં આચારદર્શન -
આચારસંહિતાના બધા જ મૂળતત્ત્વોનું નિરૂપણ પ્રસ્તુત આગમમાં છે. બીજા સ્થાનમાં આગારધર્મ - ગૃહસ્થધર્મ અને અણગારધર્મ-સાધુધર્મનું નિરૂપણ છે. ત્રીજા સ્થાનમાં સમ્યગ્દર્શન, સમયજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપ મોક્ષમાર્ગનું કથન છે.
ચોથા સ્થાનમાં શ્રાવકની શ્રદ્ધા અને વૃત્તિના આધારે તેના ચાર પ્રકાર દર્શાવ્યા છે – જે શ્રાવકો શ્રમણ પ્રતિ શ્રદ્ધા અને વાત્સલ્ય ધરાવતા હોય તેને માતા-પિતા તુલ્ય કહ્યા છે. જે શ્રાવકો શ્રમણોના જીવન નિર્વાહ પ્રત્યે વાત્સલ્યતા વહાવે અને તત્ત્વચર્ચા સમયે નિષ્ફર હોય તેને ભાઈ તુલ્ય કહ્યા છે. જે શ્રાવકો સાપેક્ષ વૃત્તિવાળા હોય, પ્રતિકૂળતામાં ઉપેક્ષા કરે અને અનુકૂળતામાં વાત્સલ્ય વરસાવે તેને મિત્રતુલ્ય કહ્યા છે. જે શ્રાવકો ઈર્ષાવશ શ્રમણોના દોષ જ જુએ, ઉપકાર ન કરે, તેને શોક તુલ્ય કહ્યા છે.
પાંચમા સ્થાનમાં શ્રાવકના પાંચ અણુવ્રતનો ઉલ્લેખ છે. પાંચ મહાવ્રત, પ્રવચનમાતા, બ્રહ્મચર્ય, ગુતિ, પરીષહ વિજય, પ્રત્યાખ્યાન, બાહ્ય-આત્યંકર તપ, પ્રાયશ્ચિત, આલોચના, પ્રતિક્રમણ, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, પંડિતમરણ, આચાર, સંયમ, ગોચરી, પ્રતિભા, પ્રતિલેખના, આચાર્ય અને ઉપાધ્યાયના અતિશયો, ગણ છોડવાના કારણ, કલ્પ, સંભોગ-વિસંભોગ વગેરે સાધુ જીવનને સ્પર્શતા અન્ય આગમોમાં વિસ્તારથી વર્ણિત વિષયોનું અહીં સંક્ષિપ્ત વર્ણન છે. જેથી શ્રમણો તેને સ્મરણમાં સંગ્રહીને, ઉચિત પ્રકારે પાલન કરી શકે.
(O
\
51