________________
નિર્વાણ પછી થયા. આ રીતે ભગવાન મહાવીર પછીના કાળવર્તી કેટલાક તથ્યો દષ્ટિગોચર થાય છે.
સ્થાનાંગ સૂત્રમાં દર્શનશાસ્ત્રઃ
આ આગમમાં પ્રમાણ, નય, નિક્ષેપ વગેરે દર્શનશાસ્ત્રના મહત્ત્વના ઘટકો બીજ રૂપે
સમાવિષ્ટ છે.
માનવ પોતાના વિચારોની અભિવ્યક્તિ શબ્દ દ્વારા કરે છે. વક્તા દ્વારા પ્રયુક્ત શબ્દના નિયત અર્થને સમજવો તે નિક્ષેપ. શબ્દનો અર્થમાં ને અર્થનો શબ્દમાં આરોપ કરવાને નિક્ષેપ કહે છે. વક્તાના વિવક્ષિત અર્થને ન સમજવાથી ક્યારેક અનર્થ થઈ જાય, આ અનર્થના નિવારણ માટે નિક્ષેપવિદ્યાનો પ્રયોગ થાય છે. નિક્ષેપ એટલે નિરૂપણ પદ્ધતિ. તે વાસ્તવિક અર્થ સમજવામાં પરમ ઉપયોગી હોય છે. પ્રસ્તુત આગમમાં ‘સર્વ’ શબ્દ પર નિક્ષેપ ઘટિત કર્યા છે. ચોથા સ્થાનમાં નામસર્વ, સ્થાપનાસર્વ, આદેશસર્વ અને નિરવશેષસર્વ, એવા સર્વના ચાર નિક્ષેપ કહ્યા છે. પ્રમાણ પર પણ નિક્ષેપ ઘટાવતા ચાર પ્રકારના પ્રમાણ કહ્યા છે. દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ, કાળપ્રમાણ અને ભાવપ્રમાણ.
આ સૂત્રમાં જ્ઞાનનાં પાંચ ભેદ પ્રતિપાદિત છે. તેને જ પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે વિભાગમાં પણ વિભક્ત કર્યા છે. ઈન્દ્રિયની સહાયતા વિના, આત્માથી થનારા અવિધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનને પ્રત્યક્ષ કહે છે. ઈન્દ્રિયોની સહાયથી થનારા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનને પરોક્ષ કહે છે. આ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારના જ્ઞાનને ભેદ પ્રભેદ સહિત બીજા સ્થાનમાં સમજાવ્યા છે.
આ સૂત્રમાં પ્રમાણ શબ્દના સ્થાને ‘હેતુ’ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. શમિના સાધનભૂત હોવાથી પ્રત્યક્ષાદિને ‘હેતુ’ છે તે પણ યુક્તિસંગત છે. સ્વ-પર વ્યવસાયીજ્ઞાનં પ્રમાળું = સ્વપરનું નિશ્ચયાત્મક જ્ઞાન પ્રમાણ છે.
=
દર્શનશાસ્ત્રમાં ‘વ્યવસાય' શબ્દ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. વ્યવસાય શબ્દનો અર્થ છે – નિર્ણય અથવા નિશ્ચય. પ્રસ્તુત આગમમાં તિવિદે વવસાહ્ પાતે, તં નટ્ટા-પવું, पच्चइए, आणुमामिए = પ્રત્યક્ષ, પ્રાત્યયિક (આગમ) અને અનુમાન. આ સૂત્ર દ્વારા તત્ત્વ
50