________________
વિભાગ પણ એક તત્ત્વમાં પરિણત થઈ જાય છે. આ રીતે ભેદ અને અભેદ દષ્ટિએ સ્થાનાંગમાં પદાર્થોનું નિરૂપણ છે.
સમવાયાંગ સૂત્ર તેમજ નંદીસૂત્રાનુસાર અંગસાહિત્યમાં સ્થાનાંગ સૂત્રનું ત્રીજું સ્થાન છે. તેમાં એક શ્રુતસ્કંધ, દસ અધ્યયન, ૨૧ ઉદ્દેશક, ૭૨૦૦૦ પદ, સંખ્યાત અક્ષર, સંખ્યાત શ્લોક, સંખ્યાત સંગ્રહણીઓ અને તેની સંખ્યાત વાચના છે. બીજા, ત્રીજા, ચોથા અધ્યયનના (સ્થાનના) ચાર-ચાર ઉદ્દેશક છે, પાંચમાં અધ્યયનના ત્રણ ઉદ્દેશક છે અને શેષ છ અધ્યયનના (પ્રથમ અધ્યયન તથા પાંચમા અધ્યયનથી દસમા અધ્યયન સુધી) ઉદ્દેશક નથી. આ રીતે અધ્યયન અને ઉદ્દેશક મળીને કુલ ૨૧ થાય છે. સ્થાનાંગ સૂત્રમાં અધ્યયન માટે ‘સ્થાન’ શબ્દનો પ્રયોગ થયો છે.
આ વર્ણનમાં ૭૨૦૦૦ પદ સંખ્યાનું કથન છે પરંતુ વર્તમાનમાં આ સૂત્ર ૩૭૭૦ શ્લોક પરિમાણ કહેવાય છે, પદ સંખ્યા રૂપે તેની કથન પરંપરા નથી અર્થાત્ પદની ગણતરી કરવામાં આવતી નથી. વ્યાકરણ દૃષ્ટિએ શબ્દને જ પદ કહે છે.
સ્થાનાંગ સૂત્ર એક એવું વિશિષ્ટ આગમ છે કે તેમાં ચારે ચાર અનુયોગનો સમાવેશ થાય છે. મુનિશ્રી કહૈયાલાલજી મહારાજ સાહેબે લખ્યું છે કે સ્થાનાંગ સૂત્રમાં દ્રવ્યાનુયોગને લગતાં ૪૨૬ સૂત્ર, ચરણાનુયોગને લગતાં ૨૧૪ સૂત્ર, ગણિતાનુયોગને લગતાં ૧૦૯ સૂત્ર, ધર્મકથાનુયોગને લગતાં ૫૧ સૂત્ર છે. આ સૂત્ર સંખ્યા ૮૦૦ થાય છે. આગમોદય સમિતિ દ્વારા પ્રકાશિત સ્થાનાંગ સૂત્રમાં સૂત્ર સંખ્યા૭૮૩છે.
સ્થાનાંગમાં ઉત્તરકાલીન તથ્યો -
ક્ષમાશ્રમણ દેવર્ધ્વિગણિના સમયે થયેલા સંકલન, સંપાદન અને લેખન પ્રસંગે આ આગમમાં ભગવાન મહાવીરના સમકાલીન અને ઉત્તરકાલીન બંને પ્રકારના પ્રસંગો અને તથ્યો સંકલિત થયા છે. જેમ કે જમાલી વગેરે સાત નિહ્નવોનું વર્ણન આ સૂત્રના સાતમા સ્થાનમાં છે. નિહ્વવનો અર્થ છે – તીર્થંકર પ્રભુથી પણ વૈચારિક ભિન્નતા ધરાવનાર અને તે રીતે જ પ્રરૂપણા કરનાર વ્યક્તિ. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયા પછી ૧૪ મા વર્ષે જમાલી પ્રથમ નિહ્નવ થયા.બીજા નિહ્નવ પણ પ્રભુની હાજરીમાં થયા. શેષ પાંચ નિહ્નવ પ્રભુના
49