________________
સૂત્રમાં સ્વસિદ્ધાંત, પરસિદ્ધાંત અને સ્વ-પર સિદ્ધાંતનું વર્ણન છે. (૨) જીવ, અજીવ અને જીવાજીવનું વર્ણન છે. (૩) લોક, અલોક અને લોકાલોકનું કથન છે. (૪) દ્રવ્યના ગુણ અને વિભિન્ન ક્ષેત્રકાળવર્તી પર્યાયો પર ચિંતન છે. (૫) પર્વત, પાણી, સમુદ્ર, દેવ, દેવોના પ્રકાર, પુરુષોના પ્રકાર, સ્વરૂપ, ગોત્ર, નદીઓ, નિધિઓ અને જ્યોતિષ દેવોની વિવિધ ગતિઓનું વર્ણન છે. (૬) એક પ્રકાર, બે પ્રકાર યાવદસ પ્રકારે જીવ અને પુદ્ગલોનું નિરૂપણ છે.
સંખ્યાના અનુપાતથી એક દ્રવ્યના અનેક વિકલ્પ કરવા, તે આ આગમની ખાસ વિશેષતા છે. જેમ કે પ્રથમ સ્થાનમાં કહ્યું છે કે પ્રત્યેક શરીરની દષ્ટિએ જીવ એક છે પરંતુ બીજા, ત્રીજા, ચોથા સ્થાનમાં જીવના બે, ત્રણ, ચાર વગેરે ભેદ પણ કહ્યા છે.
પ્રસ્તુત સૂત્રમાં અન્ય આગમકથિત વિષયો સંક્ષેપમાં કહ્યા છે, જેમ કે ઉત્તરાધ્યયન સૂત્રમાં કેશી ગૌતમના સંવાદમાં ચાતુર્યામ - પંચયામ ધર્મના પ્રશ્નની પૃષ્ઠ ભૂમિમાં જે તથ્ય છે, તેનું સૂચન અને સ્પષ્ટીકરણ સંક્ષેપમાં આ સૂત્રના ચતુર્થ સ્થાનમાં જોવા મળે છે, યથા-ભરતઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થકરને છોડી, શેષ ૨૨ તીર્થકરો ચાતુર્યામ ધર્મનો ઉપદેશ આપે છે, જેમકે – સર્વ પ્રાણાતિપાત વિરમણ, સર્વ મૃષાવાદ વિરમણ, સર્વ અદત્તાદાન વિરમણ, સર્વ બાહ્ય આદાન વિરમણ.
આ આગમમાં વસ્ત્ર ધારણ કરવાના ત્રણ પ્રયોજન બતાવ્યા છે અને વસ્ત્રનું વિધાન હોવા છતાં પાંચમાં સ્થાનમાં પાંચ કારણે નિર્વસ્ત્ર થવું, તેને પ્રશસ્ત કહ્યું છે.
ભગવાન મહાવીરના સમયમાં અનેક સંઘ વિદ્યમાન હતા. તેમાં આજીવિક સંઘ શક્તિશાળી હતો. આજે તો તેની પરંપરા અને સાહિત્ય લુપ્ત થઈ ગયા છે. માત્ર જૈન સાહિત્યમાં તે પરંપરાની જાણકારી મળે છે. પ્રસ્તુત આગમમાં તેઓની તપસ્યા વિષયક ઉલ્લેખ
આચાર્ય ગુણધરે સ્થાનાંગ સૂત્રનો પરિચય આપતા “કષાયપાહુડ'માં લખ્યું છે કે સ્થાનાંગ સૂત્રમાં સંગ્રહાયની દૃષ્ટિએ જીવની એકતાનું નિરૂપણ છે, તો વ્યવહારનયની દૃષ્ટિએ ભિન્નતાનું પણ પ્રતિપાદન છે. સંખ્યા દષ્ટિએ જીવ, અજીવ વગેરે દ્રવ્યોની સ્થાપના કરવામાં આવી છે. પયાર્ય દૃષ્ટિએ ત્યાં એક તત્ત્વ અનંતભાગોમાં વિભક્ત છે અને દ્રવ્ય દૃષ્ટિથી તે અનંત
48