________________
પ્રસ્તુત સૂત્રમાં સંખ્યાના આધારે વિષયનું સંકલન હોવાથી ક્રમિક અને અક્રમિક અનેક વિષયો દૃષ્ટિગોચર થાય છે. તે દરેક વિષયનો બીજા વિષય સાથે સંબંધ હોય તે જરૂરી નથી. છતાં પણ વ્યાખ્યાકાર શ્રી અભયદેવસૂરીજીએ પ્રાયઃ પૂર્વસૂત્રનો તેના પછીના સૂત્ર સાથે સંબંધ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વાસ્તવમાં આ સૂત્રમાં જીવ, પુદ્ગલ, ઈતિહાસ, ગણિત, ભૂગોળ, ખગોળ, દર્શન, આચાર, મનોવિજ્ઞાન વગેરે શતાધિક વિષયો પર વિસ્તૃત ચિંતન ન કરતાં, માત્ર સંખ્યાની દૃષ્ટિએ જ આકલન - સંકલન કરવામાં આવ્યું છે.
એકથી શરુ કરીને દસ સુધીમાં વર્ગીકૃત કરેલા વિવિધ વિષયોને યાદ રાખવાનું સહેલું બને છે. જેમ કે એક - એક વિષય વસ્તુઓ કઈ – કઈ અને કેટલી છે, તે એક સ્થાનને યાદ કરતાં યાદ આવી જાય. તે જ પ્રમાણે બે -બે થી દસ પર્વતની વિષય વસ્તુઓ કઈ-કઈ અને કેટલી છે તે જે તે સંખ્યા યાદ કરતાં યાદ આવી જાય. આમ આ સ્મૃતિ સહાયક સંકલન છે. વર્તમાન કેલક્યુલેટર અને કોમ્યુટરમાં પણ આ શૈલી ખૂબ ઉપયોગી થાય એવી સંભાવના છે. કંઠસ્થ રાખવાની દષ્ટિએ શાસ્ત્રની આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. વૈદિક અને બૌદ્ધ પરંપરામાં પણ આ પ્રકારની શૈલી દષ્ટિગોચર થાય છે. સ્થાનાંગનું મહત્ત્વઃ
આગમ ગ્રંથોમાં સ્થાનાંગ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અનેક ગામોમાં ત્રણ પ્રકારના સ્થવિર બતાવ્યા છે. તેમાં શ્રુતસ્થવિર માટે વાપી –સમવાયરે વિશેષણ છે. તેનો અર્થ એ છે કે દાણાંગ સૂત્ર અને સમવાયાંગ સૂત્રને સૂત્રાર્થરૂપે કંઠસ્થ ધારણ કરનાર શ્રમણ શ્રુતસ્થવિર કહેવાય છે. વ્યવહાર સૂત્રમાં સ્થાનાંગ સૂત્ર અને, સમવાયાંગ સૂત્રના જ્ઞાતાને આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક વગેરે પદો આપવાનું વિધાન છે. આ પ્રકારના વિધાન સ્થાનાંગ સૂત્રના મહત્ત્વપૂર્ણ સ્થાનને સૂચિત કરે છે. સ્થાનાંગપરિચયઃ
સમવાયાંગ સૂત્ર અને નંદીસૂત્રમાં સ્થાનાંગ સૂત્રનો પરિચય આપવામાં આવ્યો છે. નંદીસૂત્રમાં સ્થાનાંગ સૂત્રની વિષયસૂચિ સંક્ષિપ્ત છે, જ્યારે સમવાયાંગ સૂત્રમાં વિસ્તૃત છે.
સમવાયાંગ સૂત્રમાં સ્થાનાં સૂત્રનો પરિચય કરાવતાં કહ્યું છે કે – (૧) સ્થાનાંગ