________________
સહવર્તિની સાધ્વી બિંદુબાઈ તથા સાધ્વી પ્રબોધિકાબાઈનો તેમજ ગુરુકુલવાસીઓનો શુભભાવ સાથે રહ્યો છે. નામી અનામી સહુનો સહકાર સાથે છે.
ગુરુપ્રાણ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ભામાશા શ્રી રમણીકભાઈ શાહ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા ફાઉન્ડેશનના સભ્યોએ પણ ઉત્સાહથી આ કાર્ય આગળ વધાર્યું છે.
શ્રી મુકુંદભાઈ, શ્રી ધીરુભાઈએ પૂર્ણતયા સહકાર આપ્યો છે. ભાઈશ્રી નેહલભાઈએ પ્રિન્ટિંગ કાર્ય કર્યું છે. તે બદલ સહુનો આ સમયે આભાર વ્યક્ત કરું છું.
આ અનુવાદ કાર્યમાં અભયદેવસૂરી રચિત ઠાણાંગવૃત્તિ, વ્યાવરથી પ્રકાશિત દાણાંગસૂત્ર, પૂ. આત્મારામજી મ. સા. અનુવાદિત ઠાણાંગસૂત્ર, લાડનૂથી પ્રકાશિત ‘ક’નો આધાર લેવામાં આવ્યો છે. આ સર્વ આગમોની સ્વાધ્યાય કરવામાં મેં ઘણી ઘણી ધન્યતા અનુભવી છે.
આ આગમરત્નને શાસનપ્રેમીઓ સમક્ષ રજૂ કરતાં અનેરો આનંદ અનુભવું છું. તેમાં જે જે ત્રુટીઓ રહી ગઈ હોય તો તે મારી છે, શેષ સર્વ મારા ઉપકારીઓનું છે. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્...
પૂ. મુકતલીલમ સશિષ્યા
- સાધ્વી વીરમતી.
55