________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
સમુદ્ર તરવાનો સંકલ્પ કરે અને સમુદ્ર તરી પણ જાય. (૨) કોઈ તરવૈયો સમુદ્ર તરવાનો સંકલ્પ કરે પરંતુ ગોષ્પદ—થોડા જળવાવું સ્થાન તરી જાય. (૩) કોઈ તરવૈયો ગોષ્પદ તરવાનો સંકલ્પ કરે અને સમુદ્રને તરી જાય. (૪) કોઈ તરવૈયો ગોષ્પદ તરવાનો સંકલ્પ કરે અને ગોષ્પદ તરી જાય.
૫૨૮
७९ चत्तारि तरगा पण्णत्ता, , तं जहा - समुद्दं तरेत्ता णाममेगे समुद्दे विसीयइ, समुद्दं तरेत्ता णाममेगे गोप्पए विसीयइ, गोप्पयं तरेत्ता णाममेगे समुद्दे विसीयइ, गोप्यं तरेत्ता णाममेगे गोप्पए विसीयइ ।
ભાવાર્થ :– તરવૈયા ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે—(૧) કોઈ તરવૈયો પહેલાં સમુદ્ર પાર કરે પરંતુ પછી ક્યારેક સમુદ્રને તરવામાં વિષાદને પ્રાપ્ત થાય છે. (૨) કોઈ તરવૈયો પહેલાં સમુદ્ર પાર કરે પછી ક્યારેક ગોષ્પદ પાર કરવામાં વિષાદને પ્રાપ્ત થાય છે. (૩) કોઈ તરવૈયો પહેલાં ગોષ્પદ પાર કરે પછી ક્યારેક સમુદ્ર પાર કરવામાં વિષાદ પ્રાપ્ત કરે છે. (૪) કોઈ તરવૈયો પહેલાં ગોષ્પદ પાર કરે પછી ક્યારેક ગોષ્પદ પાર કરવામાં પણ વિષાદ પ્રાપ્ત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુદ્ર તરનાર અને વિષાદ પામનાર તરવૈયાનું બે ચૌભંગીદ્વારા નિરૂપણ કર્યું છે. તરવૈયા બે પ્રકારના હોય છે– (૧) દ્રવ્ય (૨) ભાવ. સાધારણ જલાશય અને સમુદ્રને તરનારા દ્રવ્ય તરવૈયા કહેવાય છે અને સંસારને પાર કરનારા ભાવ તરવૈયા કહેવાય છે. સૂત્રમાં દ્રવ્ય તરવૈયાનું વર્ણન છે. તરવાની શક્તિ બધામાં સમાન હોતી નથી. તરવાની તરતમતાના કારણે તેની ચૌભંગીઓ બને છે. વ્યાખ્યાકારે ભાવ તરવૈયાની ચૌભંગી કહી છે, જેમાં સમુદ્ર તુલ્ય સર્વવિરતિપણું અને ગોષ્પદ તુલ્ય શ્રાવકપણું કહ્યું છે. ભાવ તરવૈયાની પ્રથમ ચૌભંગી :- (૧) એક વ્યક્તિ મુનિદીક્ષા લેવાનો સંકલ્પ કરે છે અને દીક્ષા લઈને બરાબર પાળે છે (૨) એક વ્યક્તિ મુનિ દીક્ષા લેવાનો સંકલ્પ કરે છે, પરંતુ ગ્રહણ કરી શકતા નથી અને શ્રાવકપણું બરાબર પાળે છે (૩) એક વ્યક્તિ મુનિદીક્ષા લેવાનો સંકલ્પ કરતો નથી પરંતુ ક્યારેક મુનિદીક્ષા ગ્રહણ કરી તેનું પાલન કરે છે (૪) એક વ્યક્તિ શ્રાવકપણું પાળવાનું વિચારે છે અને શ્રાવકપણું જ પાળે છે.
=
બીજી ચૌભંગી :– (૧) કોઈ વ્યક્તિ પહેલાં સંયમમાં સફળ થાય પણ પછી સંયમ પાળવામાં ખેદિત થાય છે. (૨) કોઈ વ્યક્તિ પહેલાં સંયમમાં સફળ થાય પછી શ્રાવક વ્રતપાલનમાં પણ ખેદ પામે છે. (૩) કોઈ વ્યક્તિ પહેલાં શ્રાવક જીવનમાં સફળ થાય પછી સંયમ જીવનની હિમ્મત કરે પણ તેમાં ખેદ પામે છે. (૪) કોઈ વ્યક્તિ પહેલાં શ્રાવક જીવનમાં સફળ થાય પછી તેમાં પણ ખેદ પામે છે.
પૂર્ણ-તુચ્છ કુંભ અને પુરુષની ચૌભંગીઓ :
८० चत्तारि कुंभा पण्णत्ता, तं जहा- पुण्णे णाममेगे पुण्णे, पुण्णे णाममेगे