________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪.
[ પ૨૯ ]
કુંભ
પારજૂ
तुच्छे, तुच्छे णाममेगे पुण्णे, तुच्छे णाममेगे तुच्छे । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- पुण्णे णाममेगे पुण्णे, चउभंगो । ભાવાર્થ - ચાર પ્રકારના કુંભ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
પુરુષ ૧. કોઈ આકારથી પૂર્ણ હોય અને જળથી પણ પૂર્ણ હોય. ૧. કોઈ જાતિકુળથી પૂર્ણ હોય અને જ્ઞાનાદિ ગુણથી પણ
પરિપૂર્ણ હોય. ૨. કોઈ આકારથી પૂર્ણ હોય પણ જળથી અપૂર્ણ હોય. ૨. કોઈ જાતિ આદિથી પણ પૂર્ણ હોય પણ ગુણોથી અપૂર્ણ હોય. ૩. કોઈ આકારથી પૂર્ણ ન હોય પણ જળથી પૂર્ણ હોય. ૩. કોઈ જાતિ આદિથી પૂર્ણ ન હોય પણ ગુણોથી પૂર્ણ હોય. ૪. કોઈ આકાર અને જળ બંને અપેક્ષાથી અપૂર્ણ હોય. ૪. કોઈ જાતિ અને ગુણ બંને અપેક્ષાથી અપૂર્ણ હોય. ८१ चत्तारि कुंभा पण्णत्ता, तं जहा- पुण्णे णाममेगे पुण्णोभासी, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तंजहा- पुण्णे णाममेगे पुण्णोभासी, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના કુંભ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે–
પુરુષ ૧. કોઈ આકૃતિ અને જળથી પૂર્ણ હોય અને પૂર્ણ દેખાય. ૧. કોઈ સંપત્તિ-શ્રુતથી પૂર્ણ હોય અને તેનો
સદુપયોગ કરતો હોવાથી પૂર્ણ દેખાય. ૨. કોઈ પૂર્ણ હોય અને અપૂર્ણ જેવો દેખાય.
૨. કોઈ સંપત્તિ-શ્રુતથી પૂર્ણ હોય પણ સદુપયોગ
ન કરતા હોવાથી અપૂર્ણ દેખાય. ૩. કોઈ અપૂર્ણ હોય પણ દેખાવમાં પૂર્ણ દેખાય. ૩. કોઈ સંપત્તિ-શ્રતથી અપૂર્ણ હોય પણ
વ્યવહારકુશળતાથી પૂર્ણ દેખાય. ૪. કોઈ અપૂર્ણ હોય અને અપૂર્ણ દેખાય.
૪. કોઈ સંપત્તિ-શ્રુતથી અપૂર્ણ હોય અને
અપૂર્ણ દેખાય. ८२ चत्तारि कुंभा पण्णत्ता, तं जहा- पुण्णे णाममेगे पुण्णरूवे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- पुण्णे णाममेगे पुण्णरूवे, चउभंगो। ભાવાર્થ - ચાર પ્રકારના કુંભ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
પુરુષ ૧. કોઈ જળથી પૂર્ણ અને દેખાવમાં સુંદર હોય. ૧. કોઈ ગુણોથી પૂર્ણ અને રૂપ–વેશભૂષાથી સુંદર હોય. ૨. કોઈ પૂર્ણ હોય પણ દેખાવમાં અસુંદર હોય. ૨. કોઈ ગુણોથી પૂર્ણ પણ રૂપથી અસુંદર હોય.