________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
[ પ૨૭]
ગંભીર ઉત્તાનાવભાસી – કોઈ જ ઊંડુ હોય પરંતુ સ્થાનની વિશેષતાથી છીછરું દેખાય, તેમ કોઈ પુરુષ ગંભીર હોય પરંતુ તુચ્છ કાર્ય કરવાથી તુચ્છ જેવા જણાય છે. ગંભીર અને ગંભીરાભાસી :- કોઈ જલ ઊંડુ હોય અને ઊંડુ જણાય, તેમ કોઈ પુરુષ ગંભીર હોય અને તુચ્છતા દેખાડતા ન હોવાથી ગંભીર જ જણાય છે. ઉત્તાન અને ઉત્તાનોદધિઃ- કોઈ સમુદ્ર પહેલા ઉત્તાન અને પછી પણ ઉત્તાન હોય છે. કાંઠાના જળની અપેક્ષાએ જ્યાં ક્યારે ય ભરતી આવતી ન હોય, તેમ કોઈ પુરુષ અનુદાર કે તુચ્છ હોય છે અને તેનું હૃદય પણ અનુદાર અથવા તુચ્છ હોય. ઉત્તાન ગંભીરોદધિઃ- કોઈ સમુદ્ર પહેલા છીછરો હોય ને પછી ભરતી આવવાથી ઊંડો થઈ જાય છે તેમ કોઈ પુરુષનો વ્યવહાર અનુદાર કે તુચ્છ હોય પરંતુ તેનું હૃદય ગંભીર અથવા ઉદાર હોય. ગંભીર અને ઉત્તાનોદધિઃ- કોઈ સમુદ્ર પહેલા ઊંડો હોય પરંતુ તેમાં ભરતી ન આવવાથી છીછરો થઈ જાય છે. તેમ કોઈ પુરુષનો વ્યવહાર ગંભીર પરંતુ અનુદાર અથવા તુચ્છ હૃદયવાળા હોય છે. ગંભીર અને ગંભીરોદધિઃ- કોઈ સમુદ્ર પહેલા ગંભીર અને પછી પણ ગંભીર હોય, તેમ કોઈ પુરુષનો વ્યવહાર ગંભીર અને ગંભીર હૃદયવાળો હોય છે. ઉત્તાન અને ઉત્તાનાવભાસી - કોઈ સમુદ્ર છીછરો હોય અને છીછરા જેવો દેખાતો હોય, તેમ કોઈ પુરુષનો સ્વભાવ છીછરો હોય અને છીછરા જેવો દેખાતો હોય. ઉત્તાન અને ગંભીરાવભાસી - કોઈ સમુદ્ર છીછરો હોય અને ગંભીર દેખાતો હોય, તેમ કોઈ પુરુષનો સ્વભાવ છીછરો હોય પરંતુ ગંભીર દેખાતો હોય. ગંભીર અને ઉત્તાનાવભાસી – કોઈ સમુદ્ર ગંભીર હોય પરંતુ છીછરો દેખાય છે, તેમ કોઈ પુરુષનો સ્વભાવ ગંભીર હોય પરંતુ છીછરો દેખાતો હોય. ગંભીર અને ગંભીરાવભાસી – કોઈ સમુદ્ર ગંભીર હોય અને ગંભીર જણાતો હોય, તેમ કોઈ પુરુષનો સ્વભાવ ગંભીર હોય અને ગંભીર દેખાતો હોય.
તરવૈયાના ચાર પ્રકાર :
७८ चत्तारि तरगा पण्णत्ता, तं जहा- समुदं तरामीतेगे समुदं तरइ, समुदं तरामीतेगे गोप्पयं तरइ, गोप्पयं तरामीतेगे समुदं तरइ, गोप्पयं तरामीतेगे गोप्पयं तरइ । ભાવાર્થ :- તરવૈયા(તરનારા પુરુષ) ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ તરવૈયો