________________
શ્રી ઠાણાંગ સત્ર-1
ભાવાર્થ :- સમુદ્રના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ સ્થળે અલ્પ પાણીવાળો હોય અને અલ્પ પાણીવાળો જ દેખાય (૨) કોઈ સ્થળે અલ્પ પાણીવાળો હોય પણ પ્રાકૃતિક કારણે ગંભીર (વિશેષ) પાણીવાળો દેખાય (૩) કોઈ સ્થળે અગાધ(વિશેષ) પાણીવાળો હોય પણ કોઈ કારણે અલ્પ પાણીવાળો દેખાય. (૪) કોઈ સ્થળે અગાધ(વિશેષ) પાણીવાળો હોય અને તેવો જ દેખાય.
પર
તે જ રીતે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ તુચ્છ પુરુષ તુચ્છ સ્વભાવનો હોય અને હૃદયથી પણ તુચ્છ હોય (૨) કોઈ પુરુષ તુચ્છ સ્વભાવનો હોય પણ હૃદય વિશાળ હોય (૩) કોઈ પુરુષ સ્વભાવથી ગંભીર હોય પણ હૃદયથી તુચ્છ હોય (૪) કોઈ પુરુષ સ્વભાવથી અને હૃદયથી બંને પ્રકારે ગંભીર હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાણી અને સમુદ્રના દષ્ટાંતે મનુષ્યના તુચ્છ—અનુચ્છ વગેરે ગુણ પ્રરૂપ્યા
છે.
ઉત્તાન ઃ– પ્રતનું, અલ્પ, છીછરું, તુચ્છ,
ગંભીર :- અગાધ, ઊંડુ, અનુચ્છ,
ઉત્તાન ઉત્તાનોદક :– કોઈ જલ છીછરું, થોડું અને સ્વચ્છ હોય અને તેનો અંદરનો ભાગ દેખાતો હોય, તેમ કોઈ પુરુષ બહારથી છીછરા અને હૃદયથી પણ છીછરા હોય.
ઉત્તાન ગંભીરોદક :– કોઈ જલ અલ્પ પરંતુ ગંભીર હોય છે. મલિન હોવાથી અંદરનો ભાગ દેખાતો ન હોય. તેમ કોઈ પુરુષ બહારથી છીછરા પરંતુ ગંભીર હૃદયવાળા હોય.
ગંભીર અને ઉત્તાનોદક :– કોઈ જલ ગમ્ભીર(ઊંડું) પરંતુ સ્વચ્છ હોય છે. તેમ કોઈ પુરુષ બહારથી ગંભીર અને અંદરથી(હૃદયથી) છીછરા હોય.
ગંભીર અને ગંભીરોઠક – કોઈ જલ ગંભીર અને મલિન હોય છે. તેમ કોઈ પુરુષ બહારથી ગંભીર અને અંદરથી પણ ગંભીર હોય.
અવભાસ – દેખાવું. તુચ્છ હોય કે ન હોય પણ તુચ્છ જેવા દેખાવું, તેમ ગંભીર હોય કે ગંભીર ન હોય :ગંભીર જેવા દેખાવું.
ઉત્તાન અને ઉત્તાનાવભાસી :– જેમ પાણી છીછરું હોય અને છીછરું હોય તેવું જણાય છે, તેમ કોઈ • પુરુષ તુચ્છ હોય અને તુચ્છ કાર્ય કરવાથી છીછરા જણાય છે.
ઉત્તાન અને ગંભીરાવભાસી – કોઈ જલ છીછરું હોય પરંતુ સ્થાનની વિશેષતાથી ઊંડું જણાય, તેમ કોઈ પુરુષ તુચ્છ હોય પરંતુ ગંભીર દેખાય તેવા કાર્ય કરે તેથી ગંભીર દેખાય.