________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
| પ૨૫] णाममेगे गंभीरोभासी, गंभीरे णाममेगे उत्ताणोभासी, गंभीरे णाममेगे गंभीरोभासी।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- उत्ताणे णाममेगे उत्ताणोમાસી, ર૩મો ! ભાવાર્થ :- ચાર પ્રકારના ઉદક કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પાણી અલ્પ છે અને અલ્પ દેખાય છે (૨) કોઈ પાણી અલ્પ હોય અને સ્થળ વિશેષના કારણે અગાધ દેખાય (૩) કોઈ પાણી અગાધ હોય પણ સ્થળવિશેષના કારણે અલ્પ દેખાય (૪) કોઈ પાણી અગાધ હોય અને અગાધ દેખાય.
તે જ રીતે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ તુચ્છ સ્વભાવના હોય અને વ્યવહારથી પણ તુચ્છ દેખાય (૨) કોઈ પુરુષ તુચ્છ સ્વભાવના હોવા છતાં વ્યવહારથી ગંભીર દેખાય (૩) કોઈ પુરુષ ગંભીર હોય પરંતુ વ્યવહારથી કે પ્રવૃત્તિથી તુચ્છ દેખાય (૪) કોઈ પુરુષ ગંભીર હોય અને વ્યવહાર પ્રવૃત્તિથી પણ ગંભીર દેખાય. |७६ चत्तारि उदही पण्णत्ता, तं जहा- उत्ताणे णाममेगे उत्ताणोदही उत्ताणे णामेगे गंभीरोदही, गंभीरे णाममेगे उताणोदही, गंभीरे णाममेगे गंभीरोदही ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उत्ताणे णाममेगे उत्ताणहियए उत्ताणे णाममेगे गंभीरहियए, गंभीरे णाममेगे उत्ताणहियए, गंभीरे णाममेगे गंभीर हियए ।
ભાવાર્થ :- ચાર પ્રકારના સમુદ્ર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ સમુદ્રસ્થળ પહેલાં અલ્પ પાણીવાળું હોય અને પછી પણ અલ્પ પાણીવાળું રહે (૨) કોઈ સમુદ્રસ્થળ પહેલાં અલ્પ પાણીવાળું હોય અને પછી ભરતી આવવાથી ગંભીર(વિશેષ) પાણીવાળું થઈ જાય (૩) કોઈ સમુદ્રસ્થળ પહેલાં ગંભીર (વિશેષ) પાણીવાળું હોય અને પછી ઓટ આવવાથી અલ્પ પાણીવાળું થઈ જાય (૪) કોઈ સમુદ્રસ્થળ પહેલાં અને પછી ગંભીર(વિશેષ) પાણીવાળું રહે.
તે જ રીતે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પ્રવૃત્તિથી તુચ્છ હોય અને તેનું હૃદય પણ તુચ્છ હોય (૨) કોઈ પુરુષનો વ્યવહાર કોઈ કારણથી તુચ્છ હોય પણ હૃદય ગંભીર હોય (૩) કોઈ પુરુષ વ્યવહાર કુશળ હોવાથી ગંભીર હોય પણ હૃદયથી તુચ્છ હોય (૪) કોઈ પુરુષ પ્રવૃત્તિથી અને હૃદયથી બંને રીતે ગંભીર હોય.
|७७ चत्तारि उदही पण्णत्ता, तं जहा- उत्ताणे णाममेगे उत्ताणोभासी, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उत्ताणे णाममेगे उत्ताणोभासी, चउभंगो ।