________________
પરર |
શ્રી ઠાણાગ સુત્ર-૧
(૩) નિજિતા પ્રવજ્યા:- વિજાતીય છોડ, ઘાસ વગેરેનું નિંદામણ કરી, ખેતી કરવામાં આવે; તેમ જ દીક્ષામાં આલોચનાથી શુદ્ધિ કરવામાં આવે, છેદ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. રિયll (૪) પરનિદિતા પ્રવજ્યા- જેમ ઘાસ વગેરેનું બે-ત્રણવાર નિંદામણ કરી, ખેતી કરવામાં આવે તેમ જે પ્રવ્રજ્યામાં વારંવાર અતિચારોની આલોચનાથી તેમજ છેદ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કરાય છે. ર૪ll (૧) પંજિત ધાન્ય સમાન :- સાફ કરીને ખળામાં રાખેલા ધાન્યના ઢગલા જેવી નિર્દોષ પ્રવ્રજ્યા. અતિચાર રૂપી કચરાની શુદ્ધિ થવાથી બિલકુલ શુદ્ધ પ્રવ્રજ્યા. રિપી. (૨) વિસરિત ધાન્ય સમાન – પવનથી ઉપણીને સાફ કરેલા પરંતુ ખળામાં વિખરાયેલા ધાન્ય અલ્પ તુણવાળા હોય તેમ અલ્પ-અતિચારવાળી દીક્ષા. રા. (૩) વિક્ષિપ્ત ધાન્ય સમાન :- ખળામાં બળદોએ કચરેલા અને વગર ઉપસેલા ધાન્યમાં કચરો વધારે હોય તેમ જે પ્રવ્રજ્યા મૂળગુણ અને ઉત્તરગુણના અતિચારથી યુક્ત હોય તે પ્રવ્રજ્યા. ર૭ી (૪) સંકર્ષિત ધાન્ય સમાન - ખળામાં માત્ર કાપીને રાખેલા, વગર કચરાયેલા ધાન્યના ઢગલામાં તણખલા, ડુંડા, ધુળ વગેરે વધારે હોય તેની અપેક્ષાએ ધાન્ય અલ્પ હોય, તેમ જે પ્રવ્રજ્યા ઘણા અતિચારના કારણે દોષબહુલ હોય, સંયમસાર અલ્પ હોય તેવી પ્રવ્રજ્યા. ર૮. ચાર સંજ્ઞા અને તેના ચાર-ચાર કારણો - |६८ चत्तारि सण्णाओ पण्णत्ताओ, तं जहा- आहारसण्णा, भयसण्णा, मेहुणसण्णा, परिग्गहसण्णा । ભાવાર્થ :- ચાર પ્રકારની સંજ્ઞા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) આહાર સંજ્ઞા (૨) ભયસંજ્ઞા (૩) મૈથુન સંજ્ઞા (૪) પરિગ્રહ સંજ્ઞા. ६९ चउहि ठाणेहिं आहारसण्णा समुप्पज्जइ, तं जहा- ओमकोट्ठयाए, छुहावेयणिज्जस्स कम्मस्स उदएणं, मईए, तदट्ठोवओगेणं । ભાવાર્થ :- ચાર કારણે આહારસંજ્ઞા ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે છે– (૧) પેટ ખાલી હોવાથી (૨) ક્ષુધા વેદનીય કર્મના ઉદયથી (૩) આહાર સંબંધી વાતો સાંભળવાથી (૪) આહાર સંબંધી વિચાર-ચિંતન કરવાથી આહારની અભિલાષા ઉત્પન્ન થાય. ७० चउहिं ठाणेहिं भयसण्णा समुप्पज्जइ, तं जहा- हीणसत्तताए, भयवेयणिज्जस्स कम्मस्स उदएणं, मईए, तदट्ठोवओगेणं । ભાવાર્થ :- ચાર કારણે ભય સંજ્ઞા ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે છે- (૧) સત્ત્વ(શક્તિ)ની