________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪.
૫૨૧
જેમ આર્યરક્ષિતનાભાઈ ફલ્યુરક્ષિતની દીક્ષા. (૧૧) સંગાર પ્રવ્રજ્યા – 'તમે દીક્ષા લેશો તો હું દીક્ષા લઈશ, આ રીતે પ્રતિજ્ઞાબદ્ધ કે સંકેતપૂર્વક દીક્ષા લે છે. જેમ કે મેતાર્ય મુનિની સંકેત દીક્ષા. (૧૨) વિહગગતિ પ્રવજ્યા – જેમ પક્ષી આકાશમાં એકલું ઉડે છે, તેવી રીતે પરિવારાદિના વિયોગથી કે વિદેશ ચાલ્યા જવાથી પરિવાર રહિત અસહાય, એકલો થવાથી દીક્ષા લે તે.
(૧) તોદયિત્વા પ્રવ્રજ્યા -દુઃખ, વ્યથા, કષ્ટ આપીને, શારીરિક બળ અથવા વિદ્યાબળથી ચમત્કારાદિ બતાવી, વિવશતલાચાર) કરી દીક્ષા આપે છે. ll૧૩ll.
(૨) પ્લાવયિત્વા પ્રવ્રજ્યા :- અન્ય સ્થાને લઈ જઈને, પારિવારિકજનોની આજ્ઞા લીધા વિના દીક્ષા આપે છે. ll૧૪ો.
(૩) વાચયિત્વા:- વાતચીત કરી, કોઈ રીતે તેને વચનબદ્ધ કરી દીક્ષા આપે તે અથવા ગુલામી, દાસત્વમાંથી છોડાવી, ઉપકૃત કરી, અપાતી પ્રવ્રજ્યા. //૧૫ (૪) પરિપ્લતયિત્વા પ્રવજ્યા- સ્નિગ્ધ, મિષ્ટ ભોજન કરાવીને, મિષ્ટ આહારનું પ્રલોભન કે અન્ય સુવિધા, પદવી વગેરેનું પ્રલોભન આપી અથવા કોઈની નિંદા, સ્તુતિ કરી; ફોસલાવીને દીક્ષા આપે છે. l/૧al.
(૧) નટખાદિતા :- જે શ્રમણ નટની જેમ સંવેગ-વૈરાગ્ય રહિત, ધર્મકથા કહી અને મિષ્ટ્રવ્યવહાર કરી, ભોજનાદિ પ્રાપ્ત કરે તેની દીક્ષા નટખાદિતા કહેવાય. ll૧૭થી
(૨) ભટ ખાદિતા :- જે સાધુ સુભટ સમાન બળ બતાવી ભોજન પ્રાપ્ત કરે તેની દીક્ષા ભટખાદિતા કહેવાય. ll૧૮
(૩) સિંહ ખાદિતા:- જે સાધુ સિંહની જેમ પોતાના શૌર્યથી સ્વતઃ ભોજન પ્રાપ્ત કરે, અદીન વૃત્તિથી આહાર ગ્રહણ કરે, તેની દીક્ષા સિંહખાદિતા કહેવાય. ll૧૯ાા (૪) મૃગાલખાદિતા – જે સાધુ શિયાળની જેમ દીન વૃત્તિથી ભોજનાદિ ગ્રહણ કરે તેની દીક્ષા, શૃંગાલખાદિતા કહેવાય. ll૨ll (૧) વાપિતા(ઉપ્તા)પ્રવજ્યા- જેમ ખેડૂત ઘઉં આદિનું વાવેતર કરી, તેની ખેતી કરે છે, તેમ જે પ્રવ્રજ્યામાં સામાયિક ચારિત્રનો સ્વીકાર કરવામાં આવે છે. ર૧ll
(૨) પરિવાપિતા પ્રવ્રજ્યા - ડાંગરના છોડ વગેરેને ઉખેડી, ફરી રોપવામાં આવે અને ધાન્યના રોપાને બે-ત્રણવાર ઉખેડી, બીજી જગ્યાએ રોપવામાં આવે તેમ જે પ્રવ્રજ્યામાં મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે, વડી દીક્ષા આપવામાં આવે છે. રરો