________________
પર૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
કરનારની દીક્ષા. ६७ चउव्विहा पव्वज्जा पण्णत्ता,तं जहा- धण्णपुंजियसमाणा धण्णविरल्लिय समाणा, धण्णविक्खियसमाणा, धण्णसंकट्टियसमाणा । ભાવાર્થ - ચાર પ્રકારની પ્રવ્રજ્યા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) પુંજિત ધાન્યસમ પ્રવ્રયા પૂર્ણ રીતે સાફ કરી, રાખેલા ઢગલા સમાન (૨) વિખરેલા ધાન્યસમ પ્રવ્રજ્યા-ઉપણાવીને સાફ કરી, વિખરાયેલા ધાન્ય સમ (૩) વિક્ષિપ્ત ધાન્યસમ પ્રવ્રજ્યા- બળદો દ્વારા કચરાયેલા ઉપપ્પા વિનાના ધાન્ય સમ (૪) સંકર્ષિત ધાન્યસમ પ્રવ્રજ્યા–બળદોથી વગર કચરાયેલ, માત્ર કાપીને રાખેલા ધાન્યના પૂળા સમ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ દૃષ્ટિકોણથી પ્રવ્રજ્યાના પ્રકાર પ્રદર્શિત કર્યા છે. જેમાં દીક્ષા લેવાના બાર નિમિત્ત કારણ, દીક્ષા દેવાના ચાર પ્રકાર, ભિક્ષા લેવાની રીતની અપેક્ષાએ દીક્ષિતના ચાર પ્રકાર, કૃષિની ઉપમાએ પ્રવ્રજ્યાના ચાર પ્રકાર અને શુદ્ધ, અશુદ્ધ ધાચકણ અને તેના પુજની ઉપમાએ ચાર પ્રકારની પ્રવ્રજ્યા. આ રીતે દીક્ષા અને દીક્ષિતના કુલ અઠ્યાવીસ પ્રકાર દર્શાવ્યા છે. પ્રવજ્યા - પાંચ મહાવ્રતને ધારણ કરવા, દીક્ષા અંગીકાર કરવી, તેને પ્રવ્રયા કહે છે. (૧) ઈહલોક પ્રતિબદ્ધા – આ લોક સંબંધી જીવન નિર્વાહના હેતુથી જે દીક્ષા લેવાય તે. (૨) પરલોક પ્રતિબદ્ધા – પરલોક સંબંધી કામભોગ માટે જે દીક્ષા લેવાય તે. (૩) લોકદ્રય પ્રતિબદ્ધા ઉક્ત બન્ને લોકના પ્રયોજનથી જે દીક્ષા લેવાય તે. (૫) પુરત:પ્રતિબદ્ધા – પૂર્વદીક્ષિત શ્રમણો સાથે આહાર, વસ્ત્ર, પાત્ર, પદ અને શિષ્યાદિ બનાવવા સંબંધી વચનબદ્ધ કરીને લેવાતી દીક્ષા. (6) માર્ચત (પૃષ્ઠતઃ) પ્રતિબદ્ધાઃ- પાછળ રહેલા પારિવારિકજનો સાથે કે અન્ય ગૃહસ્થો સાથે શિષ્ય થવા, ભિક્ષા, સેવા, ઉપાસના વગેરે સંબંધી વચનબદ્ધ કરીને લેવાતી દીક્ષા. (૭) દ્વય પ્રતિબદ્ધા – શ્રમણ અને ગૃહસ્થ બંને સાથે શરત બાંધી લેવાતી દીક્ષા. (૪૮) અપ્રતિબદ્ધા – ઈચ્છાઓથી રહિત, માત્ર આત્મ કલ્યાણના હેતુથી વૈરાગ્ય સાથે લેવાતી દીક્ષા. (૯) અપાત પ્રવજ્યા - પ્રસંગોપાત જરૂર ઊભી થતાં સદ્ગુરુઓની સેવા માટે દીક્ષા લેવી. બીજાને શાતા અને શાંતિ ઉપજાવવાના ભાવથી દીક્ષા ગ્રહણ કરે છે.
(૧૦) આખ્યાત પ્રજ્યા :- મહાપુરુષોના કહેવાથી, શાસ્ત્ર શ્રવણથી કે કોઈની પ્રેરણાથી દીક્ષા લે તે.