________________
| સ્થાન-૪: ઉદ્દેશક-૪
[ પ૧૯ ]
ભાવાર્થ - ચાર પ્રકારની પ્રવ્રજ્યા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) અવતાપ પ્રવ્રજ્યા– ગુરુ વગેરેની સેવાના કારણે લેવાતી દીક્ષા (૨) આખ્યાત પ્રવ્રજ્યા– ગુરુ આદિના આદેશથી લેવાતી દીક્ષા, (૩) સંગાર પ્રવજ્યા- પૂર્વબદ્ધ વચનથી લેવાતી દીક્ષા (૪) વિહગગતિ પ્રવજ્યા- અસહાય એકાકી થઈ જવાથી લેવાતી દીક્ષા. ६४ चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा- तुयावइत्ता, पुयावइत्ता, बुआवइत्ता, परिपुयावइत्ता । ભાવાર્થ :- ચાર પ્રકારની પ્રવજ્યા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) તોદયિત્વા પ્રવજ્યા- ભય, કષ્ટ કે ચમત્કારના માધ્યમે અતિ પ્રેરણાથી દેવાતી દીક્ષા (૨) પ્લાવયિત્વા પ્રવ્રજ્યા- અન્યત્ર લઈ જઈને દેવાતી દીક્ષા (૩) વાદયિત્વા પ્રવ્રજ્યા- કોઈને વાતોમાં લઈ, વચનબદ્ધ કરી, દેવાતી દીક્ષા (૪) પરિડુતયિત્વા પ્રવ્રજ્યા-પ્રલોભન બતાવી કે ફોસલાવીને દેવાતી દીક્ષા.
६५ चउव्विहा पव्वज्जा पण्णत्ता, त जहा- णडखइया, भडखइया, सीहखइया, सियालखइया ।
ભાવાર્થ :- ચાર પ્રકારની પ્રવ્રજ્યા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) નટખાદિતા- નટવૃત્તિથી(વ્યાખ્યાન વગેરે પ્રવૃત્તિથી પ્રસન્ન કરી ભિક્ષા પ્રાપ્ત કરનારની પ્રવ્રજ્યા, (૨) ભટખાદિતા- ભટ્રવૃત્તિથી (બલ સામર્થ્ય પ્રતિષ્ઠા દેખાડી) ભિક્ષા પ્રાપ્ત કરનારની પ્રવ્રજ્યા, (૩) સિંહખાદિતા–સિંહ વૃત્તિથી (પોતાના શૌર્યાતિરેકથી અન્યની અવજ્ઞા કરી)ભિક્ષા પ્રાપ્ત કરનારની પ્રવ્રજ્યા, (૪) શૃંગાલખાદિત– મૃગાલ વૃત્તિથી (અનેક વ્યક્તિ પાસે દીનતા કરી) ભિક્ષા પ્રાપ્ત કરનારની પ્રવ્રજ્યા. |६६ चउव्विहा किसी पण्णत्ता, तं जहा- वाविया, परिवाविया, प्रिंदिया, परिणिदिया । एवामेव चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा- वाविया, परिवाविया, णिदिया, परिणिंदिया । ભાવાર્થ - ચાર પ્રકારની ખેતી કરી છે, તે આ પ્રમાણે છે– (૧) વાપિતા– એક વખત વાવેલા ઘઉં આદિની ખેતી (૨) પરિવાપિતા– એક વખત વાવીને ફરી ત્યાંથી કાઢી, બીજે વાવવા રૂપ ચોખા વગેરેની ખેતી (૩) નિદિતા- વાવેલા ધાન્યની સાથે ઉગેલા વિજાતીય ઘાસને નિંદી(કાઢી), તૈયાર થતી ખેતી (૪) પરિનિંદિતા- વાવેલા ધાન્યની સાથે ઉગેલા ઘાસાદિને વારંવાર કાઢે તેવી ખેતી.
તે જ રીતે પ્રવ્રજ્યા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે–(૧) વાપિતા પ્રવ્રજ્યા- એક વખત અપાતી સામાયિક ચારિત્ર રૂપ દીક્ષા. (૨) પરિવાપિતા પ્રવ્રજ્યા પૂર્વે આપેલ સામાયિક ચારિત્રનો છેદ કરી, પુનઃ મહાવ્રતારોપણ કરવા રૂપ દીક્ષા. (૩) નિંદિતા પ્રવ્રજ્યા- દોષોની આલોચનાથી એકવાર છેદ(પ્રાયશ્ચિત્ત)પ્રાપ્ત કરનારની દીક્ષા. (૪) પરિનિંદિતા પ્રવ્રજ્યા- વારંવાર છેદ(પ્રાયશ્ચિત્ત)પ્રાપ્ત