________________
[ ૫૧૮ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
કરી કામભોગની અભિલાષા રાખે. (૪) ભિધ્યા નિદાન–તીવ્ર લાલસાવશ ભોગોનું નિદાન કરે. લાલસા કે લોભ વિના પ્રાર્થના કરવી તે નિદાન નથી. આ ચાર સંમોહી પ્રવૃત્તિથી નાશ થતાં સંયમને સંમોહ અપધ્વંસ કહે છે. કિલ્પિષ અપર્ધ્વસના કારણોઃ- (૧) અહંન્ત (૨) અહંન્ત પ્રરૂપિત ધર્મ (૩) આચાર્યાદિ (૪) સંઘના અવર્ણવાદ બોલે, દોષ ન હોવા છતાં દોષારોપણ કરે અથવા અપકીર્તિ ફેલાવે તેને અવર્ણવાદ કહે છે. આ ચાર કિલ્પિષક પ્રવૃત્તિથી નાશ થતાં સંયમને કિલ્વીષ અપધ્વંસ કહે છે.
આ રીતે પ્રસ્તુત સૂત્રો દ્વારા સોળ પ્રકારની ચારિત્ર વિધ્વંસક પ્રવૃત્તિઓનો ઉલ્લેખ થયો છે. આ પ્રવૃત્તિઓથી સંયમ, તપની ઉત્કૃષ્ટ સાધના અને તેનું ફળ મલિન કે દૂષિત થઈ જાય છે. તેથી દેવદુર્ગતિની પ્રાપ્તિ થાય છે. જો આ પ્રવૃત્તિઓ સાથે સંયમની આવશ્યક વિધિઓ અને તપની ભાવનાઓ પણ ગૌણ થઈ જાય તો તે સાધક દેવગતિથી પણ વંચિત થઈ આર્તિ, રૌદ્ર ધ્યાનને આધીન થઈ, તપ્રાયોગ્ય અન્ય ગતિઓને પણ પ્રાપ્ત કરે છે.
પ્રવજ્યાના ચાર-ચાર પ્રકારો :६१ चउठिवहा पव्वज्जा पण्णत्ता, तं जहा- इहलोगपडिबद्धा, परलोगपडिबद्धा, दुहओलोगपडिबद्धा, अप्पडिबद्धा । ભાવાર્થ :- ચાર પ્રકારની પ્રવજ્યા(નિગ્રંથ દીક્ષા) કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ઈહલોક પ્રતિબદ્ધાઈહલૌકિક ભાવનામૂલક દીક્ષા (૨) પરલોક પ્રતિબદ્ધા–પરલૌકિક ભાવનામૂલક દીક્ષા (૩) લોકદ્રય પ્રતિબદ્ધા-ઉભયલૌકિક ભાવનામૂલક દીક્ષા (૪) અપ્રતિબદ્ધા–માત્ર આત્મ કલ્યાણ હેતુક દીક્ષા. |६२ चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा- पुरओपडिबद्धा, मग्गओपडिबद्धा, दुहओपडिबद्धा, अप्पडिबद्धा । ભાવાર્થ :- ચાર પ્રકારની પ્રવજ્યા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) પુરતઃ(અગ્રતઃ) પ્રતિબદ્ધાશિષ્ય, પદ, જ્ઞાન વગેરે સંયમ જીવન સંબંધી સંકલ્પિત દીક્ષા અર્થાતુ શ્રમણો સાથે વચનબદ્ધ થઈને લેવાતી દીક્ષા. (૨) માર્ચતઃ(પ્રત:)પ્રતિબદ્ધા-શિષ્યત્વ, સેવાભક્તિ વગેરે ગૃહસ્થ સંબંધી સંકલ્પિત દીક્ષા. (૩) ઉભય પ્રતિબદ્ધા-શ્રમણ અને ગૃહસ્થ ઉભય સંકલ્પિત, વચન પ્રતિબદ્ધ દીક્ષા (૪) અપ્રતિબદ્ધા– શ્રમણ અથવા ગૃહસ્થ કોઈની સાથે કોઈપણ સંકલ્પ–વચનબદ્ધતા વિના આત્મ કલ્યાણના સંકલ્પથી લેવાતી દીક્ષા.
६३ चउठिवहा पव्वज्जा पण्णत्ता, तं जहा- ओवायपव्वज्जा, अक्खायपव्वज्जा, संगारपव्वज्जा, विहगगइपव्वज्जा ।