________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૪
ભાવાર્થ :- ચાર પ્રકારે જીવ સમ્મોહત્વ કર્મ ઉપાર્જન કરે છે, તે આ પ્રમાણે છે– (૧) ઉન્માર્ગ દેશના (૨) સન્માર્ગ માર્ગાન્તરાય (૩) કામાસંસા પ્રયોગ (૪) ભિધ્યા નિદાનકરણ = લોભવશ કે આસક્તિ વશ નિદાન કરવું.
૫૧૭
६० चउहिँ ठाणेहिं जीवा देवकिव्विसियत्ताए कम्मं पगर्रेति, तं जहाअरहंताणं अवण्णं वदमाणे, अरहंतपण्णत्तस्स धम्मस्स अवण्णं वदमाणे, आयरियउवज्झा- याणमवण्णं वदमाणे, चाउवण्णस्स संघस्स अवण्णं वदमाणे ।
ભાવાર્થ :- ચાર પ્રકારે જીવ દેવ કિક્વિષિકત્વ કર્મ ઉપાર્જન કરે છે, તે આ પ્રમાણે છે– (૧) અર્હન્તોના અવર્ણવાદ બોલવાથી (૨) અર્હત્પ્રજ્ઞપ્ત ધર્મના અવર્ણવાદ કરવાથી (૩) આચાર્ય અને ઉપાધ્યાય (ગુરુ— ઉપકારી)ના અવર્ણવાદ કરવાથી (૪) ચતુર્વિધ સંઘના અવર્ણવાદ કરવાથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંયમ અને તપના અવમૂલ્યનના કારણો દર્શાવ્યા છે.
અપધ્વંસ :– ચારિત્ર અને તેના ફળના વિનાશને અપÜસ કહે છે. શુદ્ધ સંયમ અને તપશ્ચર્યાનું ફળ નિર્વાણ છે અથવા ઉચ્ચ કક્ષાના દેવલોકની પ્રાપ્તિ છે પરંતુ સંયમ, તપશ્ચર્યા સાથે કોઈ પણ પ્રકારની દૂષિત વૃત્તિઓ જોડાઈ જાય તો તે સંયમ અને તપ સાધના દૂષિત થાય છે. તેના ફળ સ્વરૂપે નિમ્ન કક્ષાના દેવોમાં ઉત્પત્તિ થાય છે. તે ચારિત્ર ફળનો વિનાશ—અપધ્વંસ કહેવાય છે. તે અપધ્વંસ અસુર વગેરે ચાર પ્રકારનો છે. તે ચાર પ્રકારના વિનાશનું સ્વરૂપ દર્શાવતા પુનઃ તેના ચાર–ચાર પ્રકાર સૂત્રમાં દર્શાવ્યા છે. તેથી સંયમ, તપનો વિનાશ અને તેના કારણો વિસ્તારથી સ્પષ્ટ થઈ જાય છે.
અસુર અપધ્વંસના કારણો :- (૧) કોપશીલતા– ચારિત્રના પાલન સાથે વારંવાર ક્રોધયુક્ત પ્રવૃત્તિ કરે. (૨) પ્રાભૂત શીલતા– ચારિત્રના પાલન સાથે વારંવાર કલહ કરે. (૩) સંસક્ત તપકર્મ– આહાર, પાત્રાદિની પ્રાપ્તિ માટે અને લૌકિક આશંસાઓથી તપસ્યા કરે. (૪) નિમિત્તજીવિતા– હાનિ, લાભ આદિનિમિત્ત બતાવી આહારાદિ પ્રાપ્ત કરે. આ ચાર આસુરી પ્રવૃત્તિથી નાશ થતાં સંયમને અસુર અપધ્વંસ કહે છે.
આભિયોગ અપધ્વંસના કારણો ઃ– (૧) આત્મોત્કર્ષ– પોતાના ગુણોનું અભિમાન તથા આત્મપ્રશંસા કરે. (૨) પર પરિવાદ– અન્યના દોષ પ્રગટ કરી તેની નિંદા કરે. (૩) ભૂતિ કર્મ– જ્વર, ભૂતાવેશ આદિ દૂર કરવા ભસ્મ, રક્ષા પોટલી વગેરે આપે. (૪) કૌતુક પ્રવૃત્તિ- સૌભાગ્યવૃદ્ધિ આદિ માટે મન્દ્રિત જલાદિ છાંટે. આ ચાર આભિયોગિક પ્રવૃત્તિથી નાશ થતાં સંયમને આભિયોગ અપધ્વંસ કહે છે.
સંમોહ અપધ્વંસના કારણો :- (૧) ઉન્માર્ગ દેશના– જિનવાણીથી વિરુદ્ધ મિથ્યા માર્ગનો ઉપદેશ આપે. (૨) માર્ગાન્તરાય– મુક્તિ માર્ગે ચાલતી વ્યક્તિને અંતરાય કરે. (૩) કામાસંસાપ્રયોગ–તપસ્યા