________________
[ ૫૧૬]
શ્રી ઠાણાગ સુત્ર-૧
વિષય સેવનનો સંકલ્પ થાય છે. સામાન્ય વેદોદયથી સ્વજાતિ અને સ્વમર્યાદાથી સંવાસ સંકલ્પ થાય છે પરંતુ જ્યારે વેદમોહનીય કર્મનો પ્રબળ ઉદય થાય છે ત્યારે પરજાતીય સંવાસના સંકલ્પ પણ થાય છે. કર્મોની વિચિત્રતાથી દેવ, મનુષ્ય કોઈની પણ આવી સ્થિતિ થઈ શકે છે. આ સૂત્રોમાં દેવ-દેવી પદ દ્વારા
જ્યોતિષી અને વૈમાનિક દેવોને ગ્રહણ કર્યા છે. અસુર પદથી અસુરકુમાર વગેરે ભવનપતિદેવોને અને રાક્ષસ પદથી વ્યંતર દેવોને ગ્રહણ કર્યા છે.
ચતુઃસ્થાનનું વર્ણન હોવાથી તિર્યંચને ગ્રહણ કર્યા નથી પરંતુ ઉપલક્ષણથી તેઓમાં પણ સૂત્રોક્ત સર્વવિકલ્પો થાય છે. દેવ, અસુર, રાક્ષસ, મનુષ્ય, દેવી, અસુરકુમારીઓ, રાક્ષસી અને મનુષ્યાણી વેદમોહના ઉદયે કે તીવ્ર ઉદયે પરસ્પર એકબીજા સાથે સંવાસ કરી શકે છે, તે આ સૂત્રો દ્વારા ઉલ્લેખિત છે.
સંસારી પ્રાણીમાં ગુણોની વૃદ્ધિ થતાં બ્રહ્મભાવના જાગૃત થાય અને વીતરાગ દશા પ્રગટે ત્યારે સંવાસની ઈચ્છાનો નાશ થઈ જાય છે.
ચાર પ્રકારે ચારિત્ર ફળનો વિનાશ :५६ चउव्विहे अवद्धंसे पण्णत्ते, तं जहा- आसुरे, आभिओगे, संमोहे, देवकिव्विसे। ભાવાર્થ :- ચાર પ્રકારે ચારિત્રનો અપર્ધ્વસ(વિનાશ) કહ્યો છે, તે આ પ્રમાણે છે– (૧) આસુરી પ્રવૃત્તિઓથી (૨) આભિયોગિક પ્રવૃત્તિઓથી (૩) સમ્મોહિક પ્રવૃત્તિઓથી (૪) કિલ્વિષિક દેવ થવા યોગ્ય કિલ્પિષક પ્રવૃત્તિઓથી ચારિત્રનો વિનાશ થાય છે.
५७ चउहि ठाणेहिं जीवा आसुरत्ताए कम्मं पगरेति, तं जहा- कोवसीलयाए, पाहुडसीलयाए, संसत्ततवोकम्मेणं, णिमित्ताजीवयाए।। ભાવાર્થ :- ચાર પ્રકારથી જીવ અસુરત્વ કર્મ(અસુરમાં જન્મ લેવા યોગ્ય કર્મ)નું ઉપાર્જન કરે છે, તે આ પ્રમાણે છે– (૧) કોપશીલતા (૨) કલહશીલતા (૩) સંસક્ત–લૌકિક આશંસાયુક્ત તપસ્યા, (૪) નિમિત્ત દ્વારા આજીવિકા ચલાવવી. ५८ चउहि ठाणेहिं जीवा आभिओगत्ताए कम्मं पगरेति, तं जहा- अत्तुक्कोसेणं, परपरिवाएणं, भूइकम्मेणं, कोउयकरणेणं । ભાવાર્થ - ચાર પ્રકારે જીવ આભિયોગત્વ કર્મ ઉપાર્જન કરે છે, તે આ પ્રમાણે છે– (૧) આત્મોત્કર્ષસ્વપ્રશંસા (૨) પર પરિવાદ-પરનિંદા (૩) ભૂતિકર્મ (૪) કૌતુક પ્રવૃત્તિ. ५९ चउहि ठाणेहिं जीवा सम्मोहत्ताए कम्म पगरेति, तं जहा- उम्मग्गदेसणाए, मग्गंतराएणं, कामासंसप्पओगेणं, भिज्जाणियाणकरणेणं ।