________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪.
| પ૨૩ |
હીનતાથી (૨) ભય વેદનીય કર્મના ઉદયથી (૩) ભયજનક વાત સાંભળવાથી, ભયંકર પદાર્થ જોવાથી. (૪) ભયનું ચિંતન-વિચાર કરવાથી. |७१ चउहि ठाणेहिं मेहुणसण्णा समुप्पज्जइ, तं जहा- चियमंससोणियत्ताए, मोहणिज्जस्स कम्मस्स उदएणं, मईए, तदट्ठोवओगेणं । ભાવાર્થ - મૈથુન સંજ્ઞા ચાર પ્રકારે ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે છે– (૧) શરીરમાં માંસ, રક્ત, વીર્યની વૃદ્ધિ થવાથી (૨) વેદ મોહનીય કર્મના ઉદયથી (૩) મૈથુન વિષયક વાત સાંભળવાથી (૪) મૈથુનમાં ઉપયોગ જોડવાથી, તેનું ચિંતન કરવાથી.
७२ चउहि ठाणेहिं परिग्गहसण्णा समुप्पज्जइ, तं जहा- अविमुत्तयाए, लोभ- वेयणिज्जस्स कम्मस्स उदएणं, मइए, तदट्ठोवओगेणं । ભાવાર્થ :- ચાર કારણે પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે છે– (૧) પદાર્થનો સંચય કરવાથી, પરિગ્રહનો ત્યાગ ન કરવાથી (૨) લોભ મોહનીય કર્મના ઉદયથી (૩) પરિગ્રહને જોઈ, તવિષયક બુદ્ધિ ઉત્પન્ન થવાથી (૪) પરિગ્રહ સંબંધી વિચાર-ચિંતન કરવાથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંજ્ઞા અને તેના કારણોનું વિશદ વર્ણન છે. સંજ્ઞા = અભિલાષા, ઈચ્છા, ચેષ્ટા. સંજ્ઞા એટલે જીવના આવેગ, જીવની પ્રાથમિક વૃત્તિઓ.
- ઉક્ત ચારે સૂત્રોમાં ચારે સંજ્ઞાની ઉત્પત્તિના ચાર–ચાર કારણ બતાવ્યા છે. તેમાં ક્ષુધા અથવા અશાતા વેદનીય કર્મનો ઉદય આહાર સંજ્ઞાનું, ભય મોહનીય કર્મનો ઉદય ભયસંજ્ઞાનું, વેદમોહનીયનો ઉદય મૈથુન સંજ્ઞાનું અને લોભ મોહનીયનો ઉદય પરિગ્રહ સંજ્ઞાનું અંતરંગ કારણ છે. શેષ ત્રણ ત્રણ કારણો તે સંજ્ઞાના બહિરંગ કારણ છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. ચાર ગતિની અપેક્ષાએ ચાર પ્રકારના 'કામ' :७३ चउव्विहा कामा पण्णत्ता, तं जहा- सिंगारा, कलुणा, बीभच्छा, रोद्दा । सिंगारा कामा देवाणं, कलुणा कामा मणुयाणं, बीभच्छा कामा तिरिक्खजोणियाणं, रोद्दा कामा णेरइयाणं । ભાવાર્થ :- ચાર પ્રકારના કામ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) શૃંગારકામ (૨) કરુણકામ (૩) બીભત્સકામ (૪) રૌદ્રકામ. શૃંગારકામ દેવોમાં, કરુણકામ મનુષ્યમાં, બીભત્સકામ તિર્યંચયોનિકમાં, રૌદ્રકામ નારકીમાં હોય છે.