________________
| સ્થાન-૪: ઉદ્દેશક-૪
[ પ૧૩]
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ જ્ઞાનથી બુધ(વિવેકી) હોય અને આચરણથી પણ બુધ (વિવેકી)હોય. (૨) કોઈ જ્ઞાનથી બુધ પરંતુ આચરણથી અબુધ હોય. (૩) કોઈ જ્ઞાનથી અબુધ હોય પણ આચરણથી બુધ હોય. (૪) કોઈ જ્ઞાન અને આચરણ બંનેથી અબુધ હોય. ४७ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- बुहे णाममेगे बुहहियए, बुहे णाममेगे अबुहहियए, अबुहे णाममेगे बुहहियए, अबुहे णाममेगे अबुहहियए । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ જ્ઞાનથી બુધ-વિદ્વાન હોય અને હદયથી(અંતરથી) પણ બુધ હોય. (૨)કોઈ જ્ઞાનથી બુધ હોય અને અંતરથી અબુધ હોય. (૩) કોઈ જ્ઞાનથી વિદ્વાન ન હોય પણ હૃદયથી બુધ હોય. (૪) કોઈ જ્ઞાનથી પણ અબુધ હોય અને હૃદયથી પણ અબુધ હોય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાંડિત્ય અને આચરણની તથા પાંડિત્ય અને બુધ હૃદયની અપેક્ષાએ સાધકોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અહીં જ્ઞાન સાથે વિવેકની પ્રમુખતા છે.
ધર્મશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર આદિના નિરંતર અભ્યાસથી જેનું પાંડિત્ય પરિપૂર્ણ થયું હોય, તે બુધ એટલે વિદ્વાન, જ્ઞાની કહેવાય અને આગમ જ્ઞાન પ્રમાણે આચરણ હોય તો તે બુધ બુધ કહેવાય છે. જેના હૃદય મંદિરમાં સમ્યજ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે તે બુધહૃદય છે. વિવેકશીલતા જ જ્ઞાન સમ્યક થાય છે. તેથી શાસ્ત્રકારે બૌદ્ધિક પાંડિત્ય સાથે ચારિત્ર અને હાર્દિક વિવેકની દષ્ટિએ બે ચતુર્ભગી કહી છે. સ્વ-પર અનુકંપકની ચૌભંગી :४८ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- आयाणुकंपए णाममेगे णो पराणुकंपए पराणुकंपए णाममेगे णो आयाणुकंपए, एगे आयाणुकंपए वि पराणुकंपए वि, एगे णो आयाणुकंपए णो पराणुकंपए । ભાવાર્થ - પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ સ્વની અનુકંપાવાળા હોય અન્યના અનુકંપક ન હોય (૨) કોઈ અન્યના અનુકંપક હોય, સ્વના નહીં (૩) કોઈ સ્વ–પર બંનેના અનુકંપક હોય (૪) કોઈ સ્વ–પર કોઈના અનુકંપક ન હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અનુકંપાને આશ્રયી પુરુષ માનસનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અનુપા - અનુકંપા = દયા, કરુણા. સ્વ-પરના દુઃખ દૂર કરવા પ્રયત્ન શીલ, સ્વ-પરની દેખરેખ પરિચર્યા.