________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
આવાળુ ંપણ્ :- અહીં આત્મા = સ્વના બે અર્થ થાય છે. સ્વશરીરના અનુકંપક અને સ્વ આત્માના અનુકંપક. શરીરની અપેક્ષાએ કોઈપણ પુરુષ સ્વશરીર અથવા પર શરીરના અનુકંપક સેવા કરનાર હોય શકે છે. આત્માની દષ્ટિએ અનુકંપક આ પ્રમાણે છે– (૧) જિનકલ્પી મુનિ આત્માનુકંપી હોય છે. તેઓ પોતાની આત્મ સાધનામાં જ રત રહે છે, બીજાના હિતની ચિંતા કરતા નથી. (૨) તીર્થંકર પરાનુકંપી હોય છે. તેઓ કૃતકૃત્ય હોવાથી પરહિતમાં જ રત રહે છે. (૩) સ્થવિર કલ્પી મુનિઓ ઉભયાનુકંપી હોય છે. તેઓ સ્વ–પર બંનેના આત્મહિતની ચિંતા કરે છે. (૪) કાલશૌરિક જેવી અતિક્રૂર પરિણામી વ્યક્તિ પોતાના કે પરના કોઈના હિતની ચિંતા કરતા નથી.
૫૧૪
સ્વાર્થી, પરમાર્થીની અપેક્ષાએ પણ આ ચૌભંગી ટિત થાય છે. જેમ કે– (૧) સ્વાર્થ સાધક વ્યક્તિ (૨) પરમાર્થ માટે સમર્પિત વ્યક્તિ (૩) સ્વાર્થ–પરાર્થથી સંતુલિત વ્યક્તિ (૪) આળસુ, અકર્મણ્ય વ્યક્તિ; તે ક્રમશઃ ચારે ભંગના ઉદાહરણ છે.
સંવાસના ચાર પ્રકાર અને છ ચૌભંગીઓ :
४९ चउव्विहे संवासे पण्णत्ते, तं जहा- વિ∞, આસુરે, વવલે, માબુલે । ભાવાર્થ :- ચાર પ્રકારના સંવાસ(મૈથુન) કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દિવ્ય સંવાસ (૨) આસુર સંવાસ (૩) રાક્ષસ સંવાસ (૪) માનુષ સંવાસ.
५० चउव्विहे संवासे पण्णत्ते, तं जहा- देवे णाममेगे देवीए सद्धि संवासं गच्छइ, देवे णाममेगे असुरीए सद्धिं संवासं गच्छइ, असुरे णाममेगे देवीए सद्धिं संवासं गच्छइ, असुरे णाममेगे असुरीए सद्धिं संवासं गच्छइ ।
ભાવાર્થ :- ચાર પ્રકારના સંવાસ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ દેવ(જ્યોતિષી, વૈમાનિક દેવ) દેવીઓ સાથે સંવાસ કરે છે (૨) કોઈ દેવ અસુરકુમારની દેવીઓ સાથે સંવાસ કરે છે (૩) કોઈ અસુરકુમાર દેવ દેવીઓ સાથે સંવાસ કરે છે (૪) કોઈ અસુરકુમાર દેવ, અસુરકુમારની દેવીઓ સાથે સંવાસ કરે છે.
५१ चडव्विहे संवासे पण्णत्ते, तं जहा- देवे णाममेगे देवीए सद्धिं संवासं गच्छइ, देवे णाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छइ, रक्खसे णाममेगे देवीए सद्धिं संवासं गच्छइ, रक्खसे णाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छइ । ભાવાર્થ :- ચાર પ્રકારના સંવાસ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ દેવ દેવીઓ સાથે સંવાસ કરે છે (૨) કોઈ દેવ રાક્ષસીઓ(વ્યંતરદેવીઓ) સાથે સંવાસ કરે છે (૩) કોઈ રાક્ષસ(વ્યંતર દેવ) દેવીઓ સાથે સંવાસ કરે છે (૪) કોઈ રાક્ષસ રાક્ષસીઓ સાથે સંવાસ કરે છે.
५२ चउव्विहे संवासे पण्णत्ते, तं जहा- देवे णाममेगे देवीए सद्धिं संवासं