________________
પ૧૨ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
णिक्कट्ठे णाममेगे अणिक्कडे, अणिक्कट्ठे णाममेगे णिक्कडे, अणिक्कट्ठे णाममेगे अणिक्कट्ठ। ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ શરીરથી કૃશ હોય અને કષાયથી પણ કુશ હોય (૨) કોઈ શરીરથી કૃશ હોય પણ કષાયથી કૃશ ન હોય (૩) કોઈ શરીરથી પુષ્ટ હોય પણ કષાયથી કૃશ હોય (૪) કોઈનું શરીર પણ પુષ્ટ હોય અને કષાય પણ તીવ્ર હોય.
४५ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा-णिक्कटे णाममेगे णिक्कट्ठप्पा, णिक्कट्ठे णाममेगे अणिक्कट्ठप्पा, अणिक्कट्ठे णाममेगे णिक्कट्ठप्पा, अणिक्कडे णाममेगे अणिक्कट्ठप्पा । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧)કોઈ પુરુષ કુશ હોય અને (આત્મ બળથી)પણ કશ હોય. (૨) કોઈ શરીરથી કશ હોય પણ આત્માથી અકુશ હોય. (૩) કોઈ શરીરથી સ્થૂલ હોય પણ આત્માથી કૃશ હોય. (૪) કોઈ શરીરથી સ્થૂલ હોય અને આત્મબળથી પણ પુષ્ટ હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શરીર, કષાય અને આત્માની કૃશતા અકૃશતા દર્શાવી છે. બંને ચૌભંગી સૂત્ર ભાવાર્થથી સ્પષ્ટ છે.
(૧) શરીરની કૃશતા સ્વાભાવિક અને તપસ્યાથી એમ બંને પ્રકારે થાય છે.
(૨) કષાયની કૃશતા પણ સ્વાભાવિક અને અભ્યાસ–પ્રયત્નથી એમ બંને પ્રકારે થાય છે.
(૩) આત્માની કૃશતા અકૃશતા જ્ઞાન, વૈરાગ્ય અને સંસ્કારના માધ્યમે હીનાધિક હોય છે.
પ્રથમ ચૌભંગી શરીર અને કષાયની અપેક્ષાએ છે અને બીજી ચૌભંગી શરીર અને આત્મબળ (સામર્થ્ય)ની અપેક્ષાએ છે.
મોક્ષ સાધનામાં કષાયની કૃશતા અને આત્મ સામર્થ્યની અકૃશતા મુખ્ય બને છે. શરીરની કૃશતા, અકૃશતા ગૌણ છે. બંને પ્રકારના શરીરવાળા મુક્ત થાય છે પરંતુ કષાયની અકૃશતા અને આત્મબળની કૃશતા મોક્ષ સાધનામાં બાધક છે.
બુધ-અબુધની ચૌભંગી :४६ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- बुहे णाममेगे बुहे, बुहे णाममेगे अबुहे, अबुहे णाममेगे बुहे, अबुहे णाममेगे अबुहे ।