________________
સ્થાન–૪: ઉદ્દેશક-૪ .
[ ૫૧૧] एवामेव चत्तारि भिक्खागा पण्णत्ता, तं जहा-णिवइत्ता णाममेगे णो परिवइत्ता, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના પક્ષી અને તે જ આ પ્રમાણે ચાર પ્રકારના ભિક્ષુ કહ્યા છે, તે આ પ્રમાણે છેપક્ષી
ભિક્ષુ ૧. કોઈ નીચે ઉતરી શકે પણ ઉડી ન શકે. ૧. કોઈ ગોચરીએ જાય પણ પરિભ્રમણ ન કરે. ૨. કોઈ ઊડી શકે પણ નીચે ન આવે. ૨. કોઈ પરિભ્રમણ કરે પણ ગોચરીએ ન જાય. ૩. કોઈ નીચે ઉતરે અને પરિભ્રમણ પણ કરે. ૩. કોઈ ગોચરીએ જાય અને ભ્રમણ પણ કરે.
૪. કોઈ નીચે પણ ન ઉતરે અને ઉડે પણ નહીં. ૪. કોઈ ગોચરી કે પરિભ્રમણ બંને ન કરે. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં પક્ષીના દષ્ટાંત દ્વારા સાધુના ભિક્ષાટન, વિહાર આદિ કાર્યો પ્રદર્શિત કર્યા છે. fણવત્તા = નીચે આવવું, નીચે ઉતરવું. પરિવફા = પરિભ્રમણ કરવું. (૧) પક્ષીની ચૌભંગી – અપરિપક્વ અવસ્થાવાળા પક્ષીના બચ્ચા અથવા કૂકડા વગેરે ભૂમિ પર રહે છે, ઉતરે છે, ચાલે છે પરંતુ આકાશમાં વધારે પરિભ્રમણ કરી શકતા નથી. કબૂતર વગેરે સમર્થ પક્ષી ભૂમિ ઉપર અલ્પ રહે છે, ઊંચે સ્થળે અને આકાશમાં ભ્રમણ વધારે કરે છે. ભૂમિ પર ચાલવાની અપેક્ષાએ fણવત્તા શબ્દ છે. ભ્રમણશીલતા અને આકાશમાં ગમનની અપેક્ષાએ પરિવત્તા શબ્દ છે. ભિક્ષની ચૌભંગી - ગોચરી–ભિક્ષાર્થ જવાની અપેક્ષાએ જીવતા શબ્દપ્રયોગ છે અને અન્ય ભ્રમણ, વિહાર આદિ માટે પરિવત્તા શબ્દપ્રયોગ છે. કોઈ સાધુ વૃદ્ધ, બીમાર કે વડીલ હોય, નવદીક્ષિત કે ગોચરીને અયોગ્ય હોય, તેવા સાધુની યોગ્યતા–અયોગ્યતાની અપેક્ષાએ આ ચૌભંગી થાય છે. કોઈ નજીકમાં ભિક્ષાર્થ જાય પણ વિહાર ન કરે, કોઈ વિહાર કરે પણ ચઢ-ઉતર ન કરી શકવાથી ગોચરી ન જાય, કોઈ ગોચરી અને વિહાર બંને કરે અને કોઈ બીમાર કે વૃદ્ધ હોવાથી ગોચરી કે વિહાર કાંઈ ન કરે. આ રીતે ગોચરી અને ભ્રમણ–વિહારની અપેક્ષાએ ભિક્ષુ માટે ચૌભંગી સમજવી.
આ રીતે આ ચતુર્ભગીથી ભિક્ષના આળસ, તપ, વૈયાવચ્ચ અને અબોધદશાનો તથા અભિગ્રહ વિશેષનો નિર્દેશ મળે છે. તેમજ ઉપદેશ, વિહાર આદિ ક્રિયાઓનું લક્ષ્ય પણ સ્પષ્ટ થાય છે. આળસ અને પ્રમાદ આદિ કારણે ભિક્ષાર્થ ન જવું તે અપ્રશસ્ત છે તેમજ નિપ્રયોજન ભ્રમણ પણ અપ્રશસ્ત છે પરંતુ સામર્થ્ય અનુસાર ભિક્ષા માટે જવું અને આવશ્યક ભ્રમણ કરવું તે પ્રશસ્ત થાય છે. કૃશ-અકૃશ શરીર અને આત્માની ચૌભંગી :४४ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- णिक्कट्ठे णाममेगे णिक्कडे,