________________
૫૧૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
ભાવાર્થ - ચતુષ્પદ(ચાર પગવાળા) તિર્યંચ જીવ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) એક ખુરવાળા (૨) બે ખુરવાળા (૩) ગંડીપગા (૪) સનખ પગા. |४१ चउव्विहा पक्खी पण्णत्ता, तं जहा- चम्मपक्खी, लोमपक्खी, समुग्गपक्खी, विततपक्खी । ભાવાર્થ :- પક્ષી ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ચર્મપક્ષી (૨) રોમ પક્ષી (૩) સમુદ્ગ પક્ષી (૪) વિતત પક્ષી. ४२ चउव्विहा खुड्डपाणा पण्णत्ता, तं जहा- बेइंदिया, तेइंदिया, चउरिदिया, संमुच्छिम- पंचिंदियतिरिक्खजोणिया । ભાવાર્થ :- ક્ષુદ્ર પ્રાણી ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) બેઇન્દ્રિય જીવ (૨) તેન્દ્રિય જીવ (૩) ચઉરિન્દ્રિય જીવ (૪) સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તિર્યંચ ગતિ નામ કર્મના ઉદયવાળા તિર્યંચોની વક્તવ્યતા છે. ચતુષ્પદ = ચાર પગવાળા જાનવર. સ્થલચર = પૃથ્વી પર ચાલતા, ખેચર = આકાશમાં ઊડનારા, ક્ષુદ્ર પ્રાણી = ત્રસ હોવા છતાં નાના અને અબોલ પ્રાણી. પ્રસ્તુત સૂત્રોમાં તે પ્રત્યેકના ચાર ચાર પ્રકાર કહ્યા છે. Ig :- એક ખરીવાળા ઘોડા-ગધેડા વગેરે ૬ - બે ખરીવાળા ગાય, ભેંસ વગેરે. હીપ-ગોળપગવાળા હાથી, ગેંડા વગેરે. સપ્રય = તીક્ષ્ણ નહોરવાળા સિંહ, કૂતરા વગેરે.
જેનો હવે પછીના ભવમાં મોક્ષ નથી, હજુ દીર્ઘ સંસાર પરિભ્રમણ શેષ છે, તે ક્ષુદ્ર પ્રાણી કહેવાય છે. યથા– બેઈદ્રિય વગેરે. ખેચર તિર્યંચ પંચેન્દ્રિયના ચાર પ્રકાર :- (૧) ચર્મપક્ષી- ચામડાની પાંખવાળા પક્ષી જેમ કે ચામાચિડિયા વગેરે (૨) રોમપક્ષી– રુવાંટી, પીંછાની પાંખવાળા પક્ષી, કબૂતર વગેરે. (૩) સમુપક્ષીજેની પાંખ હંમેશાં બિડાયેલી રહે છે. (૪) વિતત પક્ષી– જેની પાંખ હંમેશાં ખુલ્લી રહે છે. સમુદ્ગ અને વિતત આ બે પક્ષી અઢી દ્વીપની બહાર હોય છે. પક્ષીની ઉપમાએ ભિક્ષુની ચૌભંગી :४३ चत्तारि पक्खी पण्णत्ता, तं जहा- णिवइत्ता णाममेगे णो परिवइत्ता, परिवइत्ता णाममेगे णो णिवइत्ता, एगे णिवइत्ता वि परिवइत्ता वि, एगे णो णिवइत्ता णो परिवइत्ता ।