SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ | સ્થાન–૪: ઉદ્દેશક-૪. ૫૦૯ પત્ર કહે છે. કદમ્બ ચરિકા એક પ્રકારનું શસ્ત્ર છે. તેની અણીનો ભાગ અત્યંત તીક્ષ્ણ હોય. તે અંદર ખેંચી શકે પરંતુ કોઈને કાપી ન શકે. (૨) કદમ્બચીરિકા પત્રનો બીજો અર્થ સૂંઠીધારવાળું શસ્ત્ર પણ થાય છે, જે કોઈને કાપી ન શકે. ચટાઈની ઉપમાએ પુરુષના ચાર પ્રકાર :|३९ चत्तारि कडा पण्णत्ता, तं जहा- सुंबकडे, विदलकडे, चम्मकडे, कंबलकडे। एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- सुंबकडसमाणे जाव कंबलकडसमाणे। ભાવાર્થ :- ચાર પ્રકારની કટ(ચટાઈ) અને તેના સમાન ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેકટ પુરુષ ૧. શુમ્બકટ. ૧. શુમ્બકટ સમાન. ૨. વિદલકટ. ૨. વિદલકટ સમાન. ૩. ચર્મકટ. ૩. ચર્મકટ સમાન. ૪. કમ્બલકટ. ૪. કમ્બલકટ સમાન. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં કટના દષ્ટાંતે વ્યક્તિની રાગદશાનું વર્ણન છે. (૧) સુવડાસમાને - ખજૂરના પાનમાંથી બનાવેલી ચટાઈ અથવા ઘાસની ચટાઈના બંધન સહેલાઈથી છૂટી જાય, તેની પટ્ટીઓ, સળીઓ સહેલાઈથી છૂટી પડી જાય છે, તેમ જેના સ્નેહપાસ સહેલાઈથી છૂટી જાય છે તે પુરુષ. (૨) વિલડીમા - વાંસની સળીની ચટાઈના બંધન ઘાસની ચટાઈથી કંઈક દઢ હોય છે. તેને છૂટા પાડવામાં વધારે પ્રયત્ન કરવો પડે છે. તેમ જેના સંસારી રાગબંધન વધારે પ્રયત્નથી છૂટે છે તે પુરુષ. (૩) વર્માને - જોડેલા ચામડા કે સીવેલા ચામડાના બંધન વાંસની ચટાઈના બંધન કરતાં વધારે દઢત્તમ હોય છે. તેમ જેના સંસારી રાગબંધન અત્યંત પ્રયત્નથી છૂટે તે પુરુષ. (૪) qનવડ મળે – કંબલના તંતુઓને છૂટા કરવામાં બહુ પ્રયત્ન કરવો પડે, તે કાર્ય કષ્ટ સાધ્ય હોય છે. તેમ જેના સંસારના રાગબંધન છૂટવા અત્યંત મુશ્કેલ હોય તે પુરુષ. ચાર-ચાર પ્રકારના તિર્યંચ જીવો :|४० चउव्विहा चउप्पया पण्णत्ता,तं जहा- एगखुरा, दुखुरा,गंडीपया, सणप्फया।
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy