________________
૫૦૮
શ્રી ઠાણાગ સુત્ર-૧
પણ તૂટે નહીં, લોઢાની એરણ બેસી જાય પણ તે તૂટે નહીં. તેવી રીતે હીરાના ગોળા જેવા સાધક ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ વિચલિત ન થાય.
અણીદાર પત્રની ઉપમાએ પુરુષના ચાર પ્રકાર :|३८ चत्तारि पत्ता पण्णत्ता,तं जहा- असिपत्ते, करपत्ते, खुरपत्ते, कलंबचीरिया पत्ते । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- असिपत्तसमाणे जाव कलंबचीरियापत्तसमाणे । ભાવાર્થ :- ચાર પ્રકારના ધારવાળા પત્ર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અસિપત્ર(તલવારનો પાતળો ભાગ) (૨) કરપત્ર(લાકડા કાપવાની કરવતનો દાંતાવાળો ભાગ.) (૩) ભુરપત્ર(નાવીના અસ્ત્રાનો પાતળો ભાગ) (૪) કદમ્બચીરિકા પત્ર-સાધારણ શસ્ત્ર અથવા ઘાસની અણી.
તે જ રીતે પુરુષ પણ ચાર પ્રકારના હોય છે, તે આ પ્રમાણે છે- (૧) તલવાર સમાન યાવત્ સામાન્ય શસ્ત્ર સમાન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શસ્ત્રની ધારના દષ્ટાંતે વૈરાગ્યની તીવ્રતા મંદતાનો બોધ કરાવ્યો છે. (૧) પિત્તસમાને - અસિપત્ર એટલે તલવાર. તે એક જ વખતમાં છેદ્યને છેદી નાંખે છે. તેમ કોઈ પુરુષ એક જ વખત ધર્મોપદેશ સાંભળીને સદા માટે સ્નેહપાશ કાપી નાંખે તે અસિપત્ર જેવા જાણવા. જેમ કે જંબૂસ્વામીએ એક જ વખત ધર્મોપદેશ સાંભળ્યો અને તલ્લણ મોહપાશને કાપી નાંખ્યો. (૨) ૨૫ત્ત સમાને -જે વ્યક્તિ વારંવાર ધર્મોપદેશ સાંભળીને, ધીરે—ધીરે સ્નેહ–પાશનું છેદન કરે તે કરવત જેવા.
૩) સમા :- જેમ સુરપત્ર-અસ્ત્રાથી માથાના વાળ કાપવામાં આવે, તે વાળ થોડા દિવસમાં વધી જવાથી પુનઃ અસ્ત્રાથી કાપવા પડે, તેમ કોઈ વ્યક્તિ ધર્મોપદેશ સાંભળીને, વિરક્ત થાય પણ થોડા દિવસમાં તે ઉપદેશની અસર ઓસરી જતાં સ્નેહ વધવા લાગે. પુનઃ ધર્મોપદેશ સાંભળી વિરક્ત બને તેને શુરપત્ર સમ જાણવા. (૪) વવરિયાત્તિમાને – જે વ્યક્તિ મોહપાશનું છેદન વિચાર માત્રથી કરે, કાર્યથી નહી; ઈચ્છા હોવા છતાં સ્નેહ છોડી ન શકે અથવા અલ્પ માત્રામાં કટુમ્બ સ્નેહ છોડી શકે; તેને કદંબચરિકાપત્ર જેવા જાણવા.
વનવવરિયાપર ના બે અર્થ છે– (૧) જે શસ્ત્ર પાન જેવા પાતળા હોય તેને કદંબચરિકા