________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
૫૦૭
સમીપે લાખનો ગોળો થોડીવારમાં ઓગળી જાય, તેમ ગુરુ આદિના ઉપદેશથી જે કોમળ થઈ જાય તે પુરુષ. (૩) ગોસો :- દારુ એટલે લાકડા. તેના ગોળા જેવા વધારે કઠોર હૃદયવાળા. જેમ લાકડાનો ગોળો અગ્નિમાં બળીને રાખ થાય ત્યારે જ કોમળ બને, તેમ ગુરુના ઘણા ઉપદેશ પછી કોમળ બનનાર પુરુષ. (૪) મફયાનોનસમાને - જેમ માટીના ગોળા અગ્નિમાં પાકી જાય પછી લાકડાથી પણ વધુ મજબૂત- કઠોર થઈ જાય છે તેમ અતિ કઠોર હૃદયવાળા. જેને ગુરુના ઉપદેશની અસર ન થાય પરંતુ વધારે કઠોરહૃદયી બને તે પુરુષ. બીજા વિભાગના ગોળા અને પુરુષ – લોઢા વગેરેના ગોળા જેવા ચાર પ્રકારના પુરુષની વ્યાખ્યા મંદ, તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ કષાયોથી ઉપાર્જિત કર્મભારની અપેક્ષાએ છે. ટીકાકારે પિતા, માતા, પુત્ર અને સ્ત્રી સંબધી સ્નેહભારની અપેક્ષાએ પણ ચૌભંગી કરવાનું કહ્યું છે. પિતા વગેરેના પરિવાર પ્રતિ રાગની મંદતા–તીવ્રતાની અપેક્ષાએ કથન જાણવું.
| (૧) અયોજનાને- લોઢાના ગોળા જેવા ગુરુ(ભારે) કર્મવાળા પુરુષ. (૨) તસોતસનાજસતના ગોળા જેવા ગુરુતર કર્મવાળા પુરુષ. (૩) તંબોનસમા- તાંબાના ગોળા જેવા ગુરુતમ કર્મવાળા પુરુષ. (૪) સીસોતસમાગે- સીસાના ગોળા જેવા અત્યધિક ગુરુ કર્મવાળા પુરુષ. ત્રીજા વિભાગના ગોળા અને પુરુષ :- ચાંદી વગેરેના ગોળા ઉત્તરોત્તર વધુ મૂલ્યવાન અને વધુ વજનદાર હોય છે. તેની સમાન પુરુષ ચાર પ્રકારના કહ્યા છે. તેઓ ઉત્તરોત્તર વધુ ગુણવાન હોય, સમૃદ્ધિ, પૂજ્યતા અને સન્માનની દષ્ટિએ પણ ઉત્તરોત્તર શ્રેષ્ઠ હોય છે. (૧) દિUUUોત્તમા :- ચાંદીના ગોળા જેવા પુરુષ ઉજ્જવલ ચારિત્રવાન હોય. ચાંદીનું પાત્ર ધોવાથી સાફ થઈ જાય, તેમ સાધક પણ સામાન્ય ધાર્મિક વાતાવરણથી શુદ્ધ થઈ જાય છે. ચાંદી ઉપર ખાટા-મીઠા પદાર્થોનો પ્રભાવ ઓછો પડે તેવી રીતે ચાંદીના ગોળા જેવા સાધક પણ કુસંગતિના પ્રભાવથી પ્રભાવિત ન થાય. (૨) સુવઇનોનસનને - સોનાના ગોળા અગ્નિમાં તપાવવાથી શુદ્ધ થાય છે. તેના પર ખાટા-મીઠા પદાર્થોનો પ્રભાવ અત્યલ્પ હોય. તેવી રીતે સોનાના ગોળા જેવા સાધક ઉપર પણ દુષ્પવૃત્તિઓની અસર ઓછી થાય છે. (૩) બોનસમા :- રત્નના ગોળા ઉપર માઠી અસર ન થાય અને તે કિંમતી હોય છે, તેવી જ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉપાસક રત્નના ગોળા જેવા સાધક ઉપર કુસંગતિની અસર ન થાય. તે નિર્લેપ જીવન વ્યતીત કરે છે. (૪) વફરોતસને :- વ્રજ એટલે હીરા. તેની દઢતા અતિ હોવાથી તેના ઉપર ઘણના ઘા પડે તો