________________
૫૦૪
શ્રી કાણાંગ સૂત્ર-૧
એરંડ પર્યાય - એરંડ વૃક્ષ અલ્પ પાનના કારણે, અલ્પ છાયાના કારણે માનવી દ્વારા અસેવ્ય હોય છે. એરંડવૃક્ષની જેમ અસેવ્ય, છાયાદિ ગુણ રહિત હોય તેવા વૃક્ષો 'એરંડ પર્યાય' કહેવાય છે. શાલ પરિવાર – જે વૃક્ષની આસપાસ અન્ય ઉત્તમ વૃક્ષો હોય તે શાલ પરિવાર કહેવાય છે. એરંડ પરિવાર – જે વૃક્ષની આસપાસ નિમ્ન જાતિના વૃક્ષો હોય તે એરંડ પરિવાર કહેવાય છે. આચાર્ય સંબંધી ચૌભંગી :- આચાર્ય પક્ષમાં ઉત્તમકુળમાં ઉત્પન્ન અથવા સંગુરુકુળવાળા(ગચ્છવાળા)આચાર્ય દુઃખથી તપ્ત ભવ્યજનોને જ્ઞાનામૃતના સિંચન દ્વારા શાન્તિ આપે, જ્ઞાન, ક્રિયાના પાલનરૂપ ગુણ સંપન્ન આચાર્ય શાલ–શાલ પર્યાય કહેવાય.
સત્કલ-સદ્ગુરુકુળવાળા હોવા છતાં જે આચાર્ય અલ્પ જીવોને જ્ઞાનાદિ રૂપ છાયાનો લાભ આપે તે આચાર્ય સાલ-એરંડ પર્યાય કહેવાય છે. આ પ્રમાણે શેષ ભંગ જાણવા.
પ્રભાવશાળી, ઉત્તમ, જ્ઞાનક્રિયા સંપન્ન શિષ્ય સમુદાયવાળા આચાર્ય શાલ પરિવારવાળા કહેવાય છે. તેની ચૌભંગી સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
સૂત્રમાં 'મંગુલ' શબ્દ આપ્યો છે. તે અર્ધમાગધી ભાષાનો વિશેષ શબ્દ છે અને અર્ધમાગધી કોષમાં તેનો અર્થ 'અસુંદર' દર્શાવેલ છે અને ત્યાં 'અસમંજસ અર્થ પણ કર્યો છે. અહીં અસુંદર અર્થ પ્રસંગાનુકૂલ છે.
મત્સ્યની ઉપમાથી ભિક્ષુના ચાર પ્રકાર :
३४ चत्तारि मच्छा पण्णत्ता, तं जहा- अणुसोयचारी पडिसोयचारी अंतचारी मज्झचारी । एवामेव चत्तारि भिक्खागा पण्णत्ता, तं जहा- अणुसोयचारी, पडि- सोयचारी, अंतचारी, मज्झचारी । ભાવાર્થ :- ચાર પ્રકારના મત્સ્ય અને તે જ પ્રમાણે ચાર પ્રકારના ભિક્ષુક કહ્યા છે, તે આ પ્રમાણે છેમલ્ય
ભિક્ષ ૧. પ્રવાહમાં ચાલનાર.
૧. ગલીના પ્રારંભના ઘરથી ગોચરી કરનારા. ૨. સામે પ્રવાહે ચાલનાર.
૨. ગલીના છેલ્લા ઘરથી ગોચરી કરનાર. ૩. કાંઠે ચાલનારા.
૩. ગલીના અંત ભાગના ઘરોની ગોચરી કરનારા. ૪. કોઈ વચ્ચે ચાલનારા.
૪. ગલીના મધ્ય ઘરોમાં ગોચરી કરનારા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અભિગ્રહધારી મુનિના ભિક્ષા ગ્રહણ સંબંધી અભિગ્રહોનું પ્રરૂપણ છે. મત્સ્યગતિના