________________
સ્થાન–૪: ઉદ્દેશક-૪
૫૦૩.
सालदुम मज्झयारे, एरंडे णाम होइ दुमराया । इय मंगुल आयरिए, सुंदर सीसे मुणेयव्वे ॥ ३ ॥ एरंड मज्झयारे, एरंडे णाम होइ दुमराया ।
इय मंगुल आयरिए, मंगुल सीसे मुणेयव्वे ॥ ४ ॥ ભાવાર્થ :- ચાર પ્રકારના વૃક્ષ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, તે આ પ્રમાણે છે. વૃક્ષ
આચાર્ય ૧. કોઈ જાતિવાન હોય અને જાતિવાન
૧. કોઈ પ્રસિદ્ધ ગચ્છવાન હોય અને યોગ્ય વૃક્ષોથી ઘેરાયેલા હોય.
શિષ્યોના પરિવારવાળા હોય. ૨. કોઈ જાતિવાન હોય પણ નિમ્નજાતિના ૨. કોઈ પ્રસિદ્ધ ગચ્છવાન હોય પણ અયોગ્ય શિષ્ય વૃક્ષોથી ઘેરાયેલા હોય.
પરિવારવાળા હોય. ૩. કોઈ નિમ્નજાતિના હોય અને જાતિવાન ૩. કોઈ અપ્રસિદ્ધ ગચ્છવાન હોય પણ શિષ્ય વૃક્ષોથી ઘેરાયેલા હોય.
પરિવાર સુયોગ્ય હોય. ૪. કોઈ નિમ્નજાતિના હોય અને નિમ્ન
૪. કોઈ અપ્રસિદ્ધ ગચ્છવાન હોય અને શિષ્ય જાતિના વૃક્ષોથી ઘેરાયેલા હોય.
પરિવાર પણ યોગ્ય ન હોય. ગાથાર્થ - (૧) શાલ(ઉત્તમજાતિના)વૃક્ષોની વચ્ચે શાલ વૃક્ષરાજની જેમ સુંદર–ઉત્તમ શિષ્યો વચ્ચે સુંદર આચાર્ય જાણવા. (૨) એરંડ(નિમ્નજાતિના)વૃક્ષો વચ્ચે શાલવૃક્ષરાજની જેમ અસુંદર શિષ્યો વચ્ચે સુંદર આચાર્ય જાણવા.(૩) શાલ વૃક્ષોની વચ્ચે એરંડ વૃક્ષ રાજની જેમ સુંદર શિષ્યો વચ્ચે અસુંદર આચાર્ય જાણવા. (૪) એરંડ વૃક્ષોની વચ્ચે એરંડ વૃક્ષરાજની જેમ અસુંદર શિષ્યો વચ્ચે અસુંદર આચાર્ય જાણવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વૃક્ષના દૃષ્ટાંતે આચાર્યની ભિન્ન-ભિન્ન અવસ્થાઓ દર્શાવી છે. શાલ – વૃક્ષોમાં શાલ વૃક્ષ ઉત્તમ જાતિનું ગણાય છે. શાલ વૃક્ષ જેવા ઉત્તમ કોટિના વૃક્ષો શાલ' તરીકે અથવા 'શાલજાતિ' રૂપે ઓળખાય છે. શાલ પર્યાય – ઘણા પાનથી સુશોભિત શાલવૃક્ષમાં ગાઢ, વિશાળ છાયાદિ ગુણ હોય છે. શાલવૃક્ષની જેમ, અન્ય વૃક્ષના છાયાદિ ગુણો, શાલ પર્યાય કહેવાય છે. એરંડઃ- એરંડવૃક્ષ નાનું, નિમ્ન જાતિનું ગણાય છે. એરંડ વૃક્ષ જેવા નિમ્ન કોટિના વૃક્ષો 'એરંડ' અથવા 'એરંડજાતિ' રૂપે ઓળખાય છે.